આટલો મોંઘો કો-ઓર્ડ સેટ પહેરીને પતિની મેચ જોવા ગઈ અનુષ્કા શર્મા, કિંમત જાણીને થઈ જશો હેરાન
એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે સેમિફાઈનલ મેચ જોવા માટે ફ્લોરલ કો-ઓર્ડ સેટ પહેરીને આવી હતી. તે પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સદી બાદ ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી રહી છે. જાણો શું છે તેની કિંમત શું છે.

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સદી બાદ ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી રહી છે. (Image: Social Media)

આ વીડિયોમાં અનુષ્કા ટ્રેન્ડી કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે. તમને જાણીને હેરાન થઈ જશો કે એક્ટ્રેસનો આ આઉટફિટ ઘણો મોંઘો છે. (Image: Social Media)

અનુષ્કા શર્માનો આ વાયરલ વીડિયો વાનખેડે સ્ટેડિયમનો છે. જ્યાં તે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ રમાઈ હતી અને આ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 50મી સદી ફટકારી હતી. પતિની સદી બાદ અનુષ્કા શર્મા ખુલ્લેઆમ ડાન્સ કરતી જોવા મળી હતી. (Image: Social Media)

વીડિયોમાં અનુષ્કા શર્મા ફ્લોરલ યલો કલરના કો-ઓર્ડ સેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે ખુલ્લા વાળ અને સેટલ મેકઅપ સાથે તેના સ્ટાઈલિશ લુકને કમ્પલીટ કર્યો છે. જો આ કો-ઓર્ડ સેટની કિંમત વિશે વાત કરીએ તો તે 27,500 રૂપિયા છે. (Image: Social Media)

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પણ હાલમાં પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે પોતાના બેબી બમ્પને દુપટ્ટાથી છુપાવતી જોવા મળી હતી. આ વીડિયો ટીમ ઈન્ડિયાની દિવાળી પાર્ટીનો હતો. જેમાં તે તેના પતિ વિરાટ સાથે જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસની ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' ટૂંક સમયમાં મોટા પડદા પર આવશે. (Image: Social Media)
