અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જન્મેલી અનુષ્કા શર્માને 2007માં ફેશન ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સ માટે મોડલ તરીકે પહેલો બ્રેક મળ્યો અને મોડેલિંગમાં કારકિર્દી બનાવવા મુંબઈ આવી અને યશરાજ ફિલ્મ્સમાં સફળ ઓડિશન પછી અનુષ્કાએ પ્રોડક્શન હાઉસ સાથે ત્રણ ફિલ્મનો કરાર કર્યો. અનુષ્કાએ 2008માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મ બાદ તે ‘બેન્ડ બાજા બારાત’માં જોવા મળી હતી.

અનુષ્કા શર્માનો જન્મ અયોધ્યામાં થયો હતો પરંતુ તેમના માતા-પિતા ઉત્તરાખંડના ગઢવાલના છે. તેના પિતા કર્નલ અજય કુમાર શર્મા આર્મી ઓફિસર છે અને માતા આશિમા શર્મા હાઉસ વાઈફ છે. તેનો મોટા ભાઈ કર્ણેશ શર્મા જે અગાઉ રાજ્ય કક્ષાનો ક્રિકેટર હતો તે હવે મર્ચન્ટ નેવીમાં સેવા આપી રહ્યો છે. અનુષ્કાએ આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને માઉન્ટ કાર્મેલ કોલેજ, બેંગ્લોરમાંથી આર્ટ્સમાં ડિગ્રી મેળવી છે. અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017 ના રોજ ફેમસ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.

અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ડેબ્યૂ ફિલ્મ પછી એક્ટ્રેસે વર્ષ 2010માં ‘બેન્ડ બાજા બારાત’, વર્ષ 2012માં ‘જબ તક હૈ જાન’, વર્ષ 2014માં ‘પીકે’, વર્ષ 2016માં ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘સુલતાન’, વર્ષ 2018માં ‘સંજુ’ સહિત અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે એક્ટ્રેસ અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે.

Read More
Follow On:

Akaay Kohli Pics: વિરાટ કોહલીના દીકરા અકાયનો ચહેરો આવ્યો સામે ! લોકોએ કહ્યું વિરાટ જેટલો જ ક્યુટ

અનુષ્કા અને વિરાટ તેના બંને બાળકો પ્રત્યે ખૂબ જ સભાન છે અને તેમને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. તેમણે ખાતરી કરી છે કે તેમના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર લીક ન થાય, પરંતુ તેમના તમામ પ્રયાસો છતાં, બાળક અકાયનો ચહેરો સામે આવી ગયો છે.

કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન

કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સંત પ્રેમાનંદ જી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા, જુઓ વીડિયો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર લોકપ્રિય સંત પ્રેમાનંદ જી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યા. આ દરમિયાન બંનેએ પ્રેમાનંદ મહારાજને પ્રણામ કર્યા. અનુષ્કાએ તેમની પાસેથી પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગ્યા. સંત પ્રેમાનંદ જી મહારાજે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રશંસા કરી હતી.

Video: અનુષ્કા શર્મા સાથે રસ્તા પર ફર્યો, ફેન્સને મળી ઓટોગ્રાફ આપ્યા, આ રીતે વિરાટ કોહલીએ ઉજવ્યું નવું વર્ષ

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. જ્યારે આ ખાસ અવસર પર કોહલીએ પોતાના ચાહકોને મળવાની તક પણ ગુમાવી ન હતી.

VIDEO : સેંકડોની ભીડમાં નીકળ્યા વિરાટ-અનુષ્કા, મેલબોર્નની સડકો પર કોઈએ તેમને ઓળખ્યા પણ નહીં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. પરંતુ આના એક દિવસ પહેલા ક્રિસમસની રજા રાખવામાં આવી છે. આ જોઈને વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ફરવાનું નક્કી કર્યું અને સેંકડોની ભીડમાં રસ્તાઓ પર નીકળી પડ્યા.

Year Ender 2024 : વર્ષ 2024માં દીપિકા-રણવીરથી લઈને અનુષ્કા-વિરાટ આ સ્ટાર માતા-પિતા બન્યા, જુઓ ફોટો

કેટલાક એવી અભિનેત્રી છે, જે વર્ષ 2024માં માતા બની છે. કારણ કે, તે માતા બની છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, વર્ષ 2024માં કઈ કઈ સેલિબ્રિટી માતા બની છે.

Fact Check : Ind-Aus મેચ દરમિયાન અનુષ્કા શર્મા-વિરાટ કોહલીના દીકરાના ફોટા વાયરલ? જાણો અહીં

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ વર્ષે એક પુત્રના માતા-પિતા બન્યા છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જે આ કપલનો પુત્ર અકાય હોવાનું કહેવાય છે. આવો જાણીએ શું છે આ તસવીરોનું સત્ય.

વિરાટ-સચિનથી લઈ બુમરાહ ઉંમરમાં પત્નીથી નાના છે આ ક્રિકેટર, જુઓ ફોટો

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિત કેટલાક એવા ભારતીય ક્રિકેટરો છે. જેની ઉંમર પત્નીથી ઓછી છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા ક્રિકેટરો જેની ઉંમર પત્નીથી નાની છે.

અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને આઉટ કરતા ગુસ્સે થયો ક્રિકેટર, જુઓ વીડિયો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ક્રિકેટ રમતો એક વીડિયો શેર કર્યો છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ બોલિવુડ સ્ટાર છે એક દિકરીના માતા પિતા, એક અભિનેત્રીએ 6 વર્ષ બાદ દિકરીને જન્મ આપ્યો

બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણે 8 નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો છે. બોલિવુડ સહિત દિગ્ગજો રણવીર અને દીપિકા પાદુકોણને શુભકામના પાઠવી રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું, કેટલાક એવા સ્ટારની તેઓ પણ એક પુત્રીના માતા પિતા છે.

હવે વિરાટ અને અનુષ્કા પણ બનશે ખાસ મહેમાન! અનંત અંબાણીના લગ્ન પછીના સમારોહની તૈયારીઓ શરૂ થઈ

પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના Jio સેન્ટરમાં થયા હતા. આ સમારોહ એટલો ભવ્ય હતો કે માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકોએ તેમાં ભાગ લીધો હતો. તેની પ્રી-વેડિંગ સેલિબ્રેશન મહિનાઓ અગાઉથી જ ચાલતું હતું. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી અને રાજકારણથી લઈને આધ્યાત્મિકતા સુધી દરેકે અલગ-અલગ પ્રસંગોએ તેમાં ભાગ લીધો હતો. પરંતુ તેમાંથી બે મોટા નામ સતત ગાયબ હતા અને તે હતા વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા.

વિરાટ કોહલી પુત્ર અકાય સાથે લંડનમાં એક દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો, જુઓ વીડિયો

વિરાટ કોહલી હાલમાં પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. લંડનથી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક દુકાનમાં ફૂલોની ખરીદી કરી રહ્યો છે. વિરાટનો પુત્ર અકાય પણ તેની સાથે આ વીડિયોમાં જોવા મળી રહો છે. અકાય વિરાટના ખોળામાં બેઠો છે અને અનુષ્કા પણ તેમની સાથે છે.

બોલિવૂડના ટોચના 5 વેડિંગ પ્લાનર્સ કે જેમણે સ્ટાર્સના લગ્નને બનાવ્યા ફેરીટેલ અફેર 

અનુષ્કા વિરાટથી લઈને દીપિકા રણવીરના ઈટાલીમાં ડ્રીમ વેડિંગ સુધી, અહીં બોલિવૂડના 5 બેસ્ટ વેડિંગ પ્લાનર છે. જેમને ઘણા સેલેબ્રિટીના લગ્નને ફેરીટેલ અફેર બનાવ્યા છે.

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ પર બતાવ્યુ વાવાઝોડાનું ભયાનક દ્રશ્ય, વીડિયો થયો વાયરલ

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વીડિયો કોલ કરી પત્ની અનુષ્કા શર્માને બાર્બાડોસના ભયાનક દ્રશ્યો દેખાડ્યા છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ બાર્બાડોસમાં ફસાઈ છે.

બ્રેકઅપ પછી આ ફિલ્મો ન જુઓ, નહીં તો તમને Boy Friend કે GirlFriendની આવશે યાદ

Romantic Sad Bollywood Movies on OTT : OTT પર કેટલીક બોલિવૂડ મૂવીઝ ઉપલબ્ધ છે, જેને જોઈને તમે તમારા પાર્ટનરને મિસ કરશો. આ ફિલ્મો રોમાન્સ અને ઈમોશનનુંને સુંદર મિક્ચર છે.

g clip-path="url(#clip0_868_265)">