વિમાની સેવા
દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સરકારના કેટલાક નિર્યણનો કારણે મધ્યમવર્ગ અને નીચલા મધ્યમવર્ગના લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.
આજે વિમાની સેવાનો વ્યાપ વધતોજતો હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વધુને વધુ એરપોર્ટ બને તે દિશમાં કાર્ય કરી રહ્યાં છે. જેથી વિમાની સેવાનો સૌ કોઈ સરળતાથી ઉપયોગ કરી શકે.
વિમાની સેવા બે પ્રકારની હોય છે. એક ડોમેસ્ટીક અને બીજી છે ઈન્ટરનેશનલ, ડોમેસ્ટીક વિમાની સેવા દેશની અંદર આવેલા વિવિધ શહેરને અનેક એરલાઈન્સ વિમાની સેવાથી જોડે છે. જ્યારે આતંરરાષ્ટ્રીય વિમાની સેવા દેશના સિમાડાઓની બહાર વિદેશના શહેરોને જોડે છે.
ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ વિમાની સેવા માટે દરેક એરલાઈન્સને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના સંબંધિત વિભાગમાંથી પ્રમાણપત્રો લેવા આવશ્યક છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, વિસ્તારા, સ્પાઇસજેટ, એર એશિયા, ગો ફર્સ્ટ, અકાસા એર સહીતને અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક સેવા આપી રહી છે.
ચકલી ઉડે ફુરરર, પોપટ ઉડે ફુરરર, મેના ઉડે ફુરરર પણ Indigo ? સ્ટેન્ડ-અપ કોમેડિયનની પોસ્ટ થઈ વાયરલ, યુઝર્સ હસી હસીને લોટપોટ થયા
શનિવારે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરોને ઘણી અસુવિધા પહોંચાડી હતી. બસ આ આસુવિધાને લઈને સોશિયલ મીડિયા પર ઇન્ડિગો એરલાઇન્સ ગજબની ટ્રોલ થઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Dec 6, 2025
- 5:24 pm
આફતમાં કમાણીનો અવસર શોઘતી એરલાઈન્સ સામે સરકાર કડક, ઈન્ડિગોને કારણે બેફામ ભાડાની વસૂલાત પર લાદી લગામ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, ઇન્ડિગો એરલાઈન્સની કટોકટી બાદ, અન્ય વિમાની સેવાઓએ વધારી દીધેલા વિમાની ભાડાને પહોંચી વળવા માટે, તાત્કાલિક અસરથી ભાડા મર્યાદા લાગુ કરી છે. મુસાફરોને વધુ પડતા ભાવની ટિકિટોથી બચાવવા માટે સરકારે હસ્તક્ષેપ કરીને આ પગલું લેવામાં લીધુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે વાસ્તવિક સમયમાં હવાઈ ભાડા પર નજર રાખશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારી એરલાઇન્સ સામે કાર્યવાહી કરશે.
- TV9 Gujarati
- Updated on: Dec 6, 2025
- 3:02 pm