ઈન્ડિગોની ખોરવાઈ ગયેલ વિમાની સેવાને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ જવા પામી છે. ઈન્ડિગોની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોથી આવતી અને જતી ફ્લાઈટ અસર પામી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, મુસાફરોનો હોબાળો મચવો જેવી ઘટના સામાન્ય બની ગઈ હતી.
છેલ્લા એક સપ્તાહથી ઈન્ડિગો એરલાઈન્સની કથળી ગયેલ વિમાની સેવાને કારણે, એરપોર્ટ પર અફરાતફરી મચેલી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં એરપોર્ટના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ અથવા તો ડિલે થવાની સંભાવનાઓ છે. જેને ધ્યાને લઈને મુસાફરોએ ઘરેથી એરપોર્ટ પર આવતા પહેલા જે તે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લે. જેથી કરીને મુસાફરોને એરપોર્ટ પર આવ્યા પછી હેરાનગતીનો સામનો ના કરવો પડે.
જો કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદથી અન્યત્ર જઈ રહેલા મુસાફરની સુવિધા માટે ગ્રાઉન્ડસ સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે મદદરૂપ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ જવા પામી છે. ઈન્ડિગોની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય શહેરોથી આવતી અને જતી ફ્લાઈટ અસર પામી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઈન્સના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી, મુસાફરોનો હોબાળો મચવો જેવી ઘટના સામાન્ય બની ગઈ હતી. આવા સંજોગોમાં સૌથી વઘુ હેરાનગતિ મુસાફોને ભોગગવી પડતી આવી છે. ઈન્ડિગો એરલાઈન્સના મુસાફરોને કારણે અન્ય મુસાફરોને પણ કોઈપણ પ્રકારે મુશ્કેલી ના પડે તે માટે પણ આ એડવાઈઝરી મહત્વની છે.
