Breaking News : વડોદરામાં કારને ટક્કર મારી ભાગેલા, 2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
સંસ્કાર નગરી વડોદરામાં કારને ટક્કર મારી ભાગેલા 2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા છે. આ મામલે વડોદરા પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
રાજ્યમાં દારુબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે.હજુ આપણા રાજ્યમાં દરરોજ મોટી માત્રામાં દારુ પકડાયાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે હાલમાં વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર કારમાંથી 2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા હતા. વડોદરાના સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા છે.
બે ડૉક્ટર અને એન્જિનિયર પીધેલી હાલતમાં પકડાયા
દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને એન્જિનિયર પીધેલી હાલતમાં પકડાયા છે. જનરક્ષક પોલીસે વાહન ને નશાની હાલતમાં એક શખ્સ વાહન ચલાવતા હોવાની માહિતી આપી હતી. પોલીસ તપાસમાં ચાલક એક જ નહીં પરંતુ સાથે રહેલા અન્ય બે સહિત ત્રણે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ.
અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી. અમદાવાદના ઇજનેર પરાગ ચૌહાણ, અને બે તબીબ ડો.અંકુર ચૌહાણ, ડો.ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા, હાલમાં વડોદરા પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, વડોદરામાં 13 માર્ચ, 2025ના રોજ હિટ એન્ડ રન અકસ્માતમાં રક્ષિત ચૌરસિયા નામના યુવકે 8 લોકોને કાર ચડાવી દીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.આ અકસ્માતમાં રક્ષિતે નશાની હાલતમાં પકડાયો હતો.વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ સંસ્કારી નગરીમાં ખુલ્લે આમ દારુ પીને વાહન ચલાવનાર અવાર-નવાર ઝડપાય છે.
