કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો
ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.

ઈન્ડિગોએ મોટી સંખ્યામાં ફ્લાઈટ કેન્સર કરી છે. જેના કારણે દેશભરમાં યાત્રિકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક ટિકિટના ભાવ વધી ગયા છે. એરપોર્ટ પર ભીડ વધતા અફરાતફરીનો માહૌલ સર્જાયો છે. તો કેટલાક મુસાફરોનો પ્રવાસ બંધ થયો છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે એક સવાલ મહત્વનો છે કે, યાત્રિકો પાસે શું-શું કાનુની અધિકાર છે અને તે વળતરની માંગ કરી શકે છે. આ વર્ષે DGCAએ પાયલોટની ડ્યુટી સાથે જોડાયેલા નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમ 2 તબક્કામાં જુલાઈ અને નવેમ્બરમાં લાગુ થયા છે. પહેલા તબક્કામાં વધારે અસર જોવા મળી ન હતી પરંતુ નવેમ્બરના બીજા તબક્કામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર અસર પડી છે.

તો ચાલુ શું છે નવા નિયમો તેના વિશે પણ વિસ્તારથી જાણીએ. નવા FDTL નિયમો હેઠળ પાઇલટ્સનો સાપ્તાહિક આરામનો સમયગાળો 36 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવ્યો છે. મોડી રાત્રે લેન્ડિંગની સંખ્યા પણ 6 થી ઘટાડીને 2 કરવામાં આવી છે. આના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ શરૂ થઈ છે, જેના કારણે મુસાફરોને અસુવિધા વધી રહી છે.

મુસાફરોને અસુવિધા ન થાય તેની ખાતરી કરવાની એરલાઇન્સની જવાબદારી છે.કાનૂની નિષ્ણાતો માને છે કે મુસાફરોને બિનજરૂરી રીતે અસુવિધા ન થાય તેની ખાતરી કરવાની એરલાઇન્સની જવાબદારી છે. દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આર.એસ. સોઢીના મતે, એરલાઇન્સે આ પરિસ્થિતિ માટે અગાઉથી તૈયારી કરી લેવી જોઈતી હતી. ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી ચાલુ છે, જોકે ગ્રાઉન્ડેડ ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. રવિવાર 7 ડિસેમ્બરના રોજ 600 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

DGCA ના નિયમો અનુસાર, જો એરલાઇન તમારી ફ્લાઇટ રદ કરે છે, તો તમને સીધા ચોક્કસ અધિકારો મળે છે. એરલાઇન્સે મુસાફરોને સમયસર રદ કરવાની જાણ કરવી પડશે.

જો ફ્લાઇટ રદ થવાની માહિતી બે અઠવાડિયા અગાઉ આપવામાં આવે, તો મુસાફર પાસે બે વિકલ્પો છે.કાં તો સંપૂર્ણ રિફંડ મેળવવો અથવા અન્ય વૈકલ્પિક ફ્લાઇટ્સ પસંદ કરવી.

જો ફ્લાઇટ રદ થવાની જાણ બે અઠવાડિયા કરતાં ઓછા સમય પહેલાં પરંતુ પ્રસ્થાનના 24 કલાક પહેલાં કરવામાં આવે, તો પણ મુસાફર સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા વૈકલ્પિક ફ્લાઇટ્સનો ઉપયોગ કરી શકે છે.

જો તમે સમયસર પહોંચ્યા હોવ અને ચેક ઇન કર્યું હોય અને ફ્લાઇટ મોડી પડે, તો એરલાઇન્સે મુસાફરોને ચોક્કસ સુવિધાઓ પૂરી પાડવી પડશે, જે વિલંબના સમયગાળા પર આધાર રાખે છે.

વળતર ક્યારે ન મળે?જો ખરાબ હવામાન હોય અથવા કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાય તો એરલાઇન વળતર આપવા માટે બંધાયેલી નથી.ટિકિટ રિફંડ અંગે DGCAના સ્પષ્ટ નિયમો હોવા છતાં, જો તમને હજુ પણ રિફંડ ન મળે અથવા એરલાઇન્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોય, તો તમે DGCA ને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. અહી ક્લિક કરો
