Big Offer : ₹1 માં ફ્લાઇટની ટિકિટ ! એરલાઇનની આ અદભૂત ઓફર વિશે તમને ખબર છે કે નહીં?
એરલાઇનની નવી ઓફરમાં ફક્ત ₹1 માં ફ્લાઇટ ટિકિટ મળી રહી છે. આ અદભૂત ઓફર વિશે જાણીને યાત્રિકો ખુશીથી ઝૂમી ઊઠ્યા છે અને ટિકિટ બુક કરવા ઉત્સુક થઈ ગયા છે.

ઇન્ડિગો એરલાઇન્સે તેના મુસાફરો માટે 'Sail into 2026' નામની શાનદાર નવા વર્ષની સેલની જાહેરાત કરી છે. આ સેલમાં માત્ર પુખ્ત મુસાફરો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ખાસ ઓફર રાખવામાં આવી છે.

જો તમે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ઇન્ડિગો (IndiGo) ના ડાયરેક્ટ ચેનલ્સ જેવી કે વેબસાઇટ અથવા એપ દ્વારા સીધું બુકિંગ કરો છો, તો 0 થી 24 મહિનાના શિશુઓ માત્ર ₹1 માં મુસાફરી કરી શકે છે.

જો કે, આ માટે ઉંમર સાબિત કરતા દસ્તાવેજો જેવા કે જન્મનું પ્રમાણપત્ર, હોસ્પિટલ ડિસ્ચાર્જ પેપર, વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ ચેક-ઇન વખતે બતાવવા જરૂરી છે.

ઇન્ડિગોનો ન્યૂ યર સેલ 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2026 સુધી બુકિંગ માટે ખુલ્લો રહેશે. આ યોજના હેઠળ, મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ₹1499 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ₹4499 થી શરૂ થતા ઓલ-ઇન્ક્લુઝિવ વન-વે ભાડાનો લાભ લઈ શકે છે. પ્રીમિયમ ઈન્ડિગો સ્ટ્રેચ (IndiGoStretch) ફ્લાઈટ્સ પસંદગીના ડોમેસ્ટિક રૂટ્સ પર માત્ર ₹9,999 થી ઉપલબ્ધ છે. આ ભાડું મુસાફરોને સસ્તામાં સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપે છે.

ઇન્ડિગો ફક્ત ફ્લાઇટ ભાડા પર જ નહીં પરંતુ તેના લોકપ્રિય 6E એડ-ઓન્સ પર પણ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ફાસ્ટ ફોરવર્ડ સર્વિસ પર 70% સુધીની છૂટ, પ્રી-પેડ એક્સ્ટ્રા બેગેજ પર 50% સુધીની છૂટ અને સ્ટાન્ડર્ડ સીટ સિલેક્શન પર 15% સુધીની છૂટ મળી રહી છે. વધુમાં, પસંદગીના ડોમેસ્ટિક રૂટ્સ પર ઇમરજન્સી XL (એક્સ્ટ્રા લેગરૂમ) સીટ્સ માત્ર ₹500માં ઉપલબ્ધ થશે.

મુસાફરો માટે બુકિંગ કરવી ખૂબ જ સરળ છે. તમે IndiGo ની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, AI-પાવર્ડ આસિસ્ટન્ટ 6ESkai, WhatsApp નંબર +91 70651 45858 અથવા પસંદગીની ટ્રાવેલ પાર્ટનર વેબસાઇટ્સ અને એપ્સ દ્વારા ટિકિટ બુક કરી શકાય છે.
આ પણ વાંચો: વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો? વિઝા-ફ્રી મુસાફરી માટેના આ 56 દેશમાં ગુજરાતીઓએ જરૂરથી ફરવું જોઈએ
