IndiGo Flight Crisis : ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું, મેચ પહેલા અમ્પાયર ગાયબ!
છેલ્લા એક સપ્તાહથી, ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવા ખોરવાઈ છે, અનેક ફ્લાઈટ કેન્સલ થઈ છે. તો કેટલીક ફ્લાઈટ મોડી થઈ રહી છે. હવે ક્રિકેટ મેચ પર પણ ઈન્ડિગો એરલાઈન્સની અસર પડી છે.તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો,

ઈન્ડિગો ફ્લાઈટના કારણે આખા ભારતમાં યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. ઈન્ડિગોની પાસે સ્ટાફ ઓછો છે. 2 ડિસેમ્બરથી રોજ સતત ફ્લાઈટ મોડી થઈ રહી છે અને અંદાજે 5000 ફ્લાઈટ રદ થઈ છે. હવે ભારતમાં ઘરેલું ક્રિકેટની સીઝનમાં પણ ઈન્ડિગોની અસર જોવા મળી છે. ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થવાના કારણે બીસીસીઆઈનું આખું ગણિત બગડ્યું છે. ટીમ અને મેચ ઓફિશ્યલ્સને ટૂર્નામેન્ટ વચ્ચે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈન્ડિગોએ BCCIનું ગણિત બગાડ્યું
બંગાળ અને ગોવા વચ્ચે કલ્યાણીમાં સ્થિત બંગાળ ક્રિકેટ એકેડમીમાં કૂચ બિહાર ટ્રોફીની મેચ 8 ડિસેમ્બરના રોજ શરુ થઈ હતી. કોલકાતાની ફ્લાઈટ મોડી પડી હતી. આ કારણે ઓન ફીલ્ડ અમ્પાયર નિતિન પંડિતે પહેલું સેશન મિસ કર્યું છે. જ્યાં સુધી નિતિન રોડ કલ્યાણી પહોંચે. પહેલા દિવસનો લંચ બ્રેક પડ્યો હતો. ત્યાં સુધી લોકલ અમ્પાયર પ્રકાશ કુમારે મેચની શરુઆતની સેશનની જવાબદારી સંભાળી હતી અને લંચ પછી પંડિત આવ્યા હતા.
એક મેચ દરમિયાન, અમ્પાયર સમયસર પહોંચી શક્યા ન હતા, જેના કારણે બીસીસીઆઈને સ્થાનિક અમ્પાયરોને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી. રિપોર્ટમાં જણાવ્યું કે, બંગાળની ટીમ પણ કલ્યાણી થોડા કલાકો પહેલા પહોંચી હતી. તે 30 કલાકની બસની મુસાફરી કરી પહોંચ્યા હતા કારણ કે, તેની ઈન્ડિગો ફ્લાઈટ કેન્સલ થઈ હતી.બંન્ને ટીમેએ સમયસર મેચ શરુ કરવાનું નક્કી કર્યું હતુ. મેચ રેફરી વી નારાયણ કુટ્ટી અને અન્ય અધિકારીઓને નિતિન પંડિતની ફ્લાઈટ મોડી આવવાના કારણે કન્ફર્મેશનની રાહ જોવી પડી હતી.
BCCI અધિકારીએ શું કહ્યું?
ઈન્ડિગો સેવા ખોરવાતા સ્થાનિક સિઝનની મહત્વપૂર્ણ મેચો પર અસર પડી હતી. BCCI અધિકારીઓએ આ બાબતે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું અત્યારે મુસાફરીમાં સમસ્યા આવી રહી છે. ધીમે ધીમે સુધરી રહી છે પરંતુ હજુ સંપુર્ણ રીતે સુધરી નથી.
કૂચ બિહાર ટ્રોફીના શેડ્યુલમાં ફેરફાર
કૂચ બિહાર ટ્રોફીમાં ગોવા અને બંગાળની મેચ યોગ્ય સમયે શરુ થઈ ચૂકી છે. ઓડિશા અને કર્ણાટક વચ્ચે બલાંગીરમાં 8 ડિસેમ્બરના રોજ મેચ શરુ થવાની હતી. આ મેચ 9 ડિસેમ્બરના રોજ શિફટ કરવામાં આવી હતી કારણ કે, બંન્ને ટીમની ફ્લાઈટ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટુંકમાં ઈન્ડિગોની સેવા ખોરવાય છે તેની અસર ક્રિકેટ પર પણ પડી છે.
દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. અહી ક્લિક કરો
