AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bolivia Plane Crash Breaking News: બોલિવિયામાં કરન્સીથી ભરેલું વિમાન ક્રેશ, 15ના મોત, નોટોના વરસાદથી મચી અફરાતફરી

બોલિવિયાની રાજધાની લા પાજ નજીક એક કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં અંદાજે 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. વિમાનમાં બેંકનોટ ભરેલા હતા, જે ક્રેશ બાદ ચારેબાજુ ફેલાઈ જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

Bolivia Plane Crash Breaking News:  બોલિવિયામાં કરન્સીથી ભરેલું વિમાન ક્રેશ, 15ના મોત, નોટોના વરસાદથી મચી અફરાતફરી
Breaking News Bolivia Plane Crash Near La Paz Air Force Hercules Carrying Banknotes Crashes 15 DeadImage Credit source: Social Media
| Updated on: Feb 28, 2026 | 7:59 AM
Share

દક્ષિણ અમેરિકાના દેશ Boliviaની રાજધાની La Paz નજીક એક ગંભીર વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં એરફોર્સનું કાર્ગો વિમાન અચાનક તૂટી પડતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. ઘટના El Alto વિસ્તારમાં બની હોવાનું જણાવવામાં આવે છે, જે લા પાજને અડીને આવેલું મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર છે.

પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરપોર્ટ નજીકના વ્યસ્ત હાઇવે પર પટકાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે માર્ગ પર ઉભેલી અને પસાર થતી અનેક ગાડીઓ તેની ઝપેટમાં આવી ગઈ. આશરે 15થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. ઘટનાસ્થળે આગ અને ધુમાડાના ગોટાળા વચ્ચે બચાવદળોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બોલિવિયન વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન નોટોથી ભરેલું હતું

માહિતી મુજબ આ વિમાન Bolivian Air Forceનું હરક્યુલિસ મોડલનું કાર્ગો એરક્રાફ્ટ હતું. તે સેન્ટ્રલ બેંકમાંથી નવી કરન્સી નોટો લઈ અન્ય શહેરોમાં પહોંચાડવા માટે નીકળ્યું હતું. વિમાન જમીન સાથે અથડાતાં જ તેમાં ભરેલા નોટોના બંડલ હવામાં ઉડી ગયા અને આસપાસના વિસ્તારમાં છવાઈ ગયા. પરિણામે અકસ્માત સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પૈસા લૂંટવાનો દ્રશ્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ કેટલાક લોકો રસ્તા પર ફેલાયેલા નોટો ભેગા કરતા જોવા મળ્યા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોલીસ દળને રાયટ ગિયર સાથે તૈનાત કરવું પડ્યું હતું. અધિકારીઓએ લોકોને સ્થળથી દૂર રહેવા અપીલ કરી હતી.

હાલ સત્તાવાળાઓ દ્વારા દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વિમાન ટેકઓફ દરમિયાન તૂટી પડ્યું કે લેન્ડિંગ સમયે કોઈ તકનીકી ખામી સર્જાઈ, તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. સુરક્ષાના પગલાં રૂપે એરપોર્ટ પરથી તમામ ઉડાનો તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.

સરકારે મૃતકોના પરિવારોને સહાય આપવાની ખાતરી આપી છે અને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ હવાઈ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને દેશવ્યાપી ચર્ચા શરૂ કરી છે.

28 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : આજે PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે, દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની આપશે ભેટ

Follow Us
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
g clip-path="url(#clip0_868_265)">