Linda Yaccarino : એલોન મસ્કની જૂની મિત્ર સંભાળશે ટ્વિટર, આ ખાસ કામ માટે પ્રખ્યાત છે તેનું નામ
ટ્વિટરે ભૂતપૂર્વ NBC યુનિવર્સલ એક્ઝિક્યુટિવ લિન્ડા યાકારિનોને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. એલોન મસ્કએ આજે 12 મેના રોજ આ જાહેરાત કરી છે. મસ્કે જણાવ્યું હતું કે યાકારિનો મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે તે પોતે પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લિન્ડા યાસરિનો એ એલોન મસ્કની જૂની મિત્ર છે. હાલમાં જે તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં સાથે જોવા મળ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યુ હચું. ત્યારબાદ ભારતીય મૂળની સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અને એલોન મસ્કે પોતે જવાબદારી સંભાળી હતી.

લિન્ડા યાસરિનોએ પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી લિબરલ આર્ટ્સ અને ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. લગભગ એક દાયકાથી એનબીસી યુનિવર્સલમાં કામ કરે છે.

તેઓ જાહેરાતની અસરોને માપવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શોધવામાં કુશળતા ધરાવે છે. વધુમાં તે વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક જાહેરાત વેચાણ, ભાગીદારી, એડ ટેક ડેટા માપન અને વ્યૂહાત્મક પહેલમાં નિપુણ માનવામાં આવે છે.

એનબીસી યુનિવર્સલના ચેરમેન બનતા પહેલા, તે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ સેલ્સ ડિવિઝનના વડા હતા. લિન્ડા યાસરિનોએ ટર્નરમાં 19 વર્ષથી કામ કર્યું છે. જ્યારે તેણે ટર્નરને છોડી દીધું, ત્યારે તે જાહેરાત વેચાણ, માર્કેટિંગ અને એક્વિઝિશનની વાઇસ પ્રેસિડેન્ટ હતી.

યાસારિનો અને તેની ટીમે અત્યાર સુધીમાં જાહેરાતના વેચાણમાંથી $100 બિલિયનથી વધુની આવક મેળવી છે.