ટાટા કેપિટલનો IPO નથી આવ્યો, છતા પણ તમે તેના શેર ખરીદી શકો છો, જાણો કેવી રીતે અને ક્યાંથી શેર ખરીદવા
ટાટા ટેકનોલોજીસ બાદ હવે રોકાણકારો ટાટા કેપિટલના IPO ની રાહ જોઈ રહ્યા છે. કંપનીનો IPO આવવામાં હજુ સમય લાગશે, જે આગામી સપ્ટેમ્બર માસમાં આવવાની શક્યતા છે. પરંતુ જો તમે IPO પહેલા જ ટાટા કેપિટલના શેર ખરીદવા માંગો છો તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી લઈ શકો છો.

ટાટા ગૃપની કોઈ કંપનીનો IPO 20 વર્ષ બાદ આવ્યો હતો, જેને રોકાણકારો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ટાટા ટેકનોલોજીસના શેરની ઈશ્યુ પ્રાઈસ 500 રૂપિયા હતી અને તેનું બમ્પર લિસ્ટિંગ 1200 રૂપિયા પર થયું હતું.

ટાટા ટેકનોલોજીસ બાદ હવે રોકાણકારો ટાટા કેપિટલના IPO ની રાહ જોઈ રહ્યા છે. કંપનીનો IPO આવવામાં હજુ સમય લાગશે, જે આગામી સપ્ટેમ્બર માસમાં આવવાની શક્યતા છે. પરંતુ જો તમે IPO પહેલા જ ટાટા કેપિટલના શેર ખરીદવા માંગો છો તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણવા માટે આ સ્ટોરીના અંતમાં એક લિંક આપવામાં આવી છે.

વેબસાઈટ પર ટાટા કેપિટલ પર ક્લિક કરો. ટાટા કેપિટલના શેરનો ભાવ 499 રૂપિયા છે. કુલ 21 શેરના 10,479 રૂપિયા થાય છે. સ્ટેમ્પ ડ્યુટી અને ટ્રાન્સેકશન ફી મળીને કુલ 10690.15 રૂપિયા ચૂકવવા પડશે.

ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડની વિગતો ભરવાની રહેશે.

આગળ તમારે ડીમેટ એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. તેમાં તમારે કુલ 16 આંકડાનો નંબરની વિગતો ભરવાની રહેશે. જેમાં પ્રથમ 8 અંક DP Id અને બીજા 8 અંક Client Id છે. એ રીતે 16 અંકનો ડીમેટ એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે.

અંતમાં તમારે શેરની ખરીદી કરવા માટે નાણાંની ચૂકવણી કરવાની રહેશે. તેના માટે તમે ઓનલાઈન UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html
