Stone Age Road: દરિયાની નીચે બનેલો 7000 વર્ષ જૂનો રસ્તો મળ્યો, વૈજ્ઞાનિકોએ જણાવી તેની ખાસિયત
Stone Age Road: જાદાર ક્રોએશિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં 7000 વર્ષ જૂનો રસ્તો (Stone Age) શોધવાનો દાવો કર્યો છે. જાણો, આ રોડ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેને અહીં કેવી રીતે બનાવવામાં આવ્યો.


શું દરિયાની નીચે રસ્તો હોઈ શકે? જવાબ છે હા. વૈજ્ઞાનિકોએ પણ તે સાબિત કર્યું છે. જાદાર ક્રોએશિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં 7000 વર્ષ જૂનો રસ્તો મળ્યો હોવાનો દાવો કર્યો છે. સંશોધન કરી રહેલા જાદાર ક્રોએશિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ભૂમધ્ય સમુદ્રની જમીન પર આ રસ્તો શોધી કાઢ્યો છે. તેમનું કહેવું છે કે, રસ્તો દરિયાની સપાટીથી 4થી 5 મીટર ઊંડો જોવા મળ્યો છે. આ પ્રાગૈતિહાસિક રસ્તો છે. વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં આ રોડ વિશે ઘણી રસપ્રદ માહિતી જાહેર કરી છે, જાણો આ રોડ સાથે જોડાયેલી ખાસ વાતો અને તેને અહીં કેવી રીતે બનાવવામાં આવ્યો હતો. (Image:University of Zadar)

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ ક્રોએશિયાના દરિયાકાંઠાથી અમુક અંતરે એક રસ્તો મળ્યો છે. તે લગભગ 7 હજાર વર્ષ જૂનું છે. એવું લાગે છે કે આ રસ્તાનું જોડાણ પ્રાગૈતિહાસિક સમયથી છે જે હવાર સંસ્કૃતિનું વસાહત રહ્યું છે. તેઓ કહે છે કે રસપ્રદ વાત એ છે કે તેના અવશેષો સમુદ્રની અંદર કેવી રીતે બચી ગયા. (Image:University of Zadar)

સંશોધનની ચોંકાવનારી વાત એ છે કે સમુદ્રના જે ભાગમાં આ રસ્તો મળ્યો છે, ત્યાં મોજાની ખૂબ જ ઓછી અસર જોવા મળી છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો તેના અવશેષો સરળતાથી શોધી શક્યા છે. વૈજ્ઞાનિકોએ તેમના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, કાર્બન ડેટિંગ અને પુરાતત્વીય અભિયાનોથી જાણવા મળ્યું છે કે અહીં 4900 વર્ષ પહેલા વસાહત હતી. (Image:University of Zadar)

વૈજ્ઞાનિકોએ તેમની પોસ્ટમાં દાવો કર્યો છે કે કાર્બન ડેટિંગથી જાણવા મળ્યું છે કે 7000 વર્ષ પહેલાથી લોકો અહીં ફરતા હતા. શક્ય છે કે તે નવપાષાણ હવાર કલ્ચરમાં બાંધવામાં આવ્યું હતું. આ સંસ્કૃતિના મોટાભાગના લોકો ખેડૂતો અને ભરવાડો હતા. તેઓ દરિયા કિનારે રહેતા હતા. આ ટાપુની આસપાસ અન્ય સંસ્કૃતિના લોકો રહેતા હતા. તે સમયે તેમણે બનાવેલું માળખું તેની સાબિતી છે. (Image:University of Zadar)

દરિયાની નીચે મળી આવેલા હજારો વર્ષ જૂના રસ્તાની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે, દરિયાની નીચે રોડનું મળવુ એકદમ ચોંકાવનારી ખબર છે. (Image:University of Zadar)

































































