Travel with tv9 : હોળીના મીની વેકેશનમાં રાજસ્થાન ફરવા જઈ રહ્યા છો ? આ 5 લેકની મુલાકાત લેવાનું ભૂલતા નહીં
હોળીની રજાઓમાં તમે પણ રાજસ્થાન ફરવા માટે જવાનું વિચારતા હોવ તો રાજસ્થાનમાં આવેલા કેટલાક સ્થળની મુલાકાત અવશ્ય લેવા જોઈએ. તમે રાજસ્થાનમાં આવેલા આ 5 તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

તમે ઉદયપુરમાં આવેલું પિછોલા લેકની મુલાકાત લઈ શકો છો. આ લેક બધી બાજુથી ટેકરીઓથી ઘેરાયેલું છે. તેમજ તેના નજીક મહેલ આવેલા છે. જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

તમે રાજસ્થાનના જયપુર અને નાગૌર જિલ્લાની સરહદ પર આવેલુ સાંભર તળાવની મુલાકાત પણ લઈ શકો છો. આ તળાવને ભારતના સૌથી મીઠા પાણીના તળાવોમાંનું એક માનવામાં આવે છે.

રાજસ્થાનમાં આવેલું રાજસમંદ તળાવની પણ મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે આરસપહાણની સીડીઓ અને સુંદર સૂર્યાસ્તનો નજારો માણી શકો છો. આ ભારતના સુંદર તળાવોમાંથી એક તળાવ માનવામાં આવે છે.

રાજસ્થાનના માઉન્ટ આબુમાં સ્થિત નક્કી લેકની મુલાકાત લેવી જોઈએ. અહીં દૂર દૂરથી સહેલાણીઓ ફરવા માટે આવે છે. ત્યાં તમે બોટ રાઈડ સહિતની અનેક પ્રવૃત્તિ કરી શકો છો.

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું ફતેહસાગર તળાવની મુલાકાત લઈ શકો છે. તમે બોટિંગ માટે પણ પ્રખ્યાત સ્થળ છે. અહીં તમે નહેરુ ગાર્ડન અને ઊંચી ટેકરીઓનો સુંદર નજારો જોવા મળશે.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.
