AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુશ્કેલીમાં મુકાયા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ ! પાન મસાલાની જાહેરાત પર નોટિસ, જાણો મોટું કારણ

પાન મસાલાની જાહેરાતના મામલે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને કથિત ભ્રામક જાહેરાત બદલ 19 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

| Updated on: Mar 08, 2025 | 5:36 PM
Share
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ એક જાહેરાતના મુદ્દાને કારણે મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. હવે જયપુર કન્ઝ્યુમર ફોરમે પાન મસાલાની જાહેરાતના મુદ્દા પર નોટિસ મોકલી છે. પાન મસાલાની જાહેરાત કરવા બદલ બોલિવૂડ કલાકારોની પહેલાથી જ ટીકા થઈ ચૂકી છે.

1 / 5
અહેવાલો અનુસાર, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ મંચ, જયપુર-II એ શુક્રવારે અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ તેમજ જેબી ઇન્ડસ્ટ્રીઝ (ગુટખા બ્રાન્ડના નિર્માતા) ના ચેરમેનને નોટિસ ફટકારી છે, જેમાં તેમને પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાત બદલ 19 માર્ચે હાજર રહેવાનું કહ્યું છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે પાન મસાલાના દરેક દાણામાં 'કેસર' હોય છે. જાહેરાતની ટેગ લાઈન કહે છે, "દરેક દાણામાં કેસરની શક્તિ હોય છે".

2 / 5
જયપુરના રહેવાસી યોગેન્દ્ર સિંહ બડિયાલની ફરિયાદની સુનાવણી દરમિયાન કમિશનના અધ્યક્ષ ગ્યારસીલાલ મીણા અને સભ્ય હેમલતા અગ્રવાલે આ આદેશ આપ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે જેબી ઇન્ડસ્ટ્રીઝ વિમલ પાન મસાલાનું ઉત્પાદન કરે છે અને તેને દેશભરમાં વેચાણ માટે સપ્લાય કરે છે. શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ સહિત ત્રણેય કલાકારો તેનું વેચાણ વધારવા માટે તેની જાહેરાત કરે છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં કેસર છે.

3 / 5
જ્યારે સત્ય એ છે કે કેસરની કિંમત પ્રતિ કિલો આશરે 4 લાખ રૂપિયા છે અને તમાકુના પાઉચ સાથેનો પાન મસાલા 5 રૂપિયામાં મળે છે. આવી સ્થિતિમાં, કેસર ઉમેરવાની વાત તો દૂરની વાત છે, તેની સુગંધ પણ તેમાં ઉમેરી શકાતી નથી.

4 / 5
આ ભ્રામક જાહેરાત એટલા માટે બતાવવામાં આવે છે કે વધુને વધુ લોકો પાન મસાલા અને તમાકુના પાઉચના આ મિશ્રણને ખરીદે અને તેના ઉત્પાદક નફો કમાય. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા આ પાન મસાલાના દરેક દાણામાં કેસરની હાજરી બતાવીને ખોટો પ્રચાર કરી રહ્યો છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">