Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વાર મહેસાણામાં અકસ્માતની ઘટના બની છે. મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત થયું છે. કડીના ઢોરીયા બસ સ્ટેશન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.
ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એક વાર મહેસાણામાં અકસ્માતની ઘટના બની છે. મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત થયું છે. કડીના ઢોરીયા બસ સ્ટેશન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. વૃદ્ધાને અડફેટે લઈ અજાણ્યો ડમ્પરચાલક ફરાર થયો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા કડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજનાં થયો ગમખ્વાર અકસ્માત
બીજી તરફ ખેડના કપડવંજ આતરસુંબા માર્ગ પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જલોયા તળાવ પાસે ટ્રેલર અને રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષામાં સવાર ત્રણ લોકો પૈકી બે લોકોના સ્થળે જ મોત થયા.અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બન્ને મૃતક કપડવંજ તાલુકાના ભીમપુરા ગામના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
