પિતાએ દીકરાને ક્રિકેટર બનાવવા ખુબ મહેનત કરી, કામ પરથી આવી પિતા દીકરાને પ્રેક્ટિસ કરાવતા આવો છે હર્ષિત રાણાનો પરિવાર
હર્ષિત રાણાનો જન્મ 22 ડિસેમ્બર 2001 રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તે ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમે છે. તો આજે આપણે હર્ષિત રાણાના ક્રિકેટ કરિયર અને તેના પરિવાર વિશે વાત કરીએ.

હર્ષિત રાણાના પિતા, પ્રદીપ રાણા પણ એક રમતવીર હતા. તેઓ વેઇટલિફ્ટર અને હેમર થ્રોઅર હતા. તેમની માતા હાઉસ વાઈફ છે. હર્ષિત રાણાને બાળપણથી જ ક્રિકેટમાં રસ હતો અને ફ્રેન્ડ સાથે ગલીઓમાં ક્રિકેટ રમતો હતો.

બાળપણથી જ હર્ષિત રાણાને ક્રિકેટ રમવાનો શૌખ હતો. એટલા માટે તે અભ્યાસથી વધારે ક્રિકેટ રમવા પર ધ્યાન આપ્યું હતુ. પોતાના સપનાને પુરુ કરવા માટે સવારે વહેલો ઉઠીને પ્રેક્ટિસ કરવા જતો હતો.શાળાએથી આવ્યા બાદ પિતા સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો,

ભારતીય ટીમ 1974 થી ODI ક્રિકેટ રમી રહી છે અને 50 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી હર્ષિત રાણા જેવો ચમત્કાર કરી શક્યો નથી. ત્રણેય વખત તેણે પહેલી મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે

એક સમય એવો પણ આવ્યો હતો. જ્યારે તેને પીઠમાં ઈજા થઈ હતી. જેના કારણે તે દિલ્હી અંડર-14 અને દિલ્હી અંડર-16 ટીમમાં રમી શક્યો ન હતો. આ સમયે તેના પિતાએ તેનો ખુબ સપોર્ટ કર્યો હતો.

હર્ષિત રાણાનો જન્મ 22 ડિસેમ્બર 2001ના રોજ દિલ્હી-હરિયાણા સરહદ નજીક ઘેવરામાં થયો હતો. 10 વર્ષની ઉંમરે, તેમણે તેમના પિતા પ્રદીપ રાણા પાસેથી ક્રિકેટ તાલીમ શરૂ કરી, જેઓ CRPF માટે ભૂતપૂર્વ હેમર થ્રોઅર અને વેઇટલિફ્ટર હતા.

હર્ષિત રાણાએ ગંગા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમના કોચ શ્રવણ કુમાર હતા, જેમની પાસેથી તેમણે તાલીમ લીધી હતી.તો આજે આપણે હર્ષિત રાણાની પર્સનલ લાઈફ અને ક્રિકેટ કરિયર વિશે જાણીએ.

ફેબ્રુઆરી 2022માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા તેને ઓક્શનમાં ખરીદ્યો હતો. 28 એપ્રિલ 2022ના રોજ IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું.

તેમણે 2023ની દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ દરમિયાન તેમની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી, જ્યારે તેમણે નોર્થ ઝોન માટે રમતા 86 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા.

તેઓ 2024ની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 13 મેચમાં 20.16ની સરેરાશથી 19 વિકેટ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

ક્રિકેટરે 22 નવેમ્બર 2024ના રોજ પર્થમાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 31 જાન્યુઆરી 2025ના રોજ પુણે ખાતે ઇંગ્લેન્ડ સામે T20Iમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તેણે મેચ દરમિયાન શિવમ દુબેને કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે સ્થાન આપ્યું હતું.

હર્ષિત રાણાએ 6 ફેબ્રુઆરી 2025ના રોજ ઇંગ્લેન્ડ સામે વનડે ઇન્ટરનેશનલ (ODI)માં પ્રવેશ કર્યો હતો.જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટુર્નામેન્ટ પહેલા બહાર થઈ ગયા બાદ તેને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

જો આપણે હર્ષિત રાણાના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો હર્ષિત રાણાએ 2 ટેસ્ટ મેચ 5 ODI અને 1 ટી20 મેચ રમી છે.

હર્ષિત રાણાએ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે અને ત્રણેય વખત તેણે પહેલી મેચમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































