Ahmedabad Video : સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ, જાણો સંપૂર્ણ ઘટના
અમદાવાદના સોલામાં સગા પિતાએ જ પોતાની દસ વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકી ઘરમાં ભાઈ સાથે રમતી હતી. ત્યારે આરોપી પિતાએ ભાઈને કોઈ કામના બહાને બહાર મોકલી દીધો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. મહિલા સુરક્ષાની મોટા મોટા બણગા ફૂંકવામાં તો આવે છે, પરંતુ શું ખરેખર હવે મહિલાઓ કે બાળકીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત છે? શું ખરેખર અપરાધ થતો અટકે છે ? અમદાવાદમાં પિતા – પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. વિકૃત પિતાએ પોતાની જ 10 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી છે.
પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો
અમદાવાદના સોલામાં સગા પિતાએ જ પોતાની દસ વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકી ઘરમાં ભાઈ સાથે રમતી હતી. ત્યારે આરોપી પિતાએ ભાઈને કોઈ કામના બહાને બહાર મોકલી દીધો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુ. બાળકીએ આ ત્રાસની વાત માતાને કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પુત્રને બહાર મોકલી પુત્રી પર આચર્યું દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે હવસખોર પિતાએ બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકીની તબિયત લથડી હતી. જેના પગલે બાળકીને તાત્કાલિક ધોરણે સોલા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવી હતી. તબીબોએ બાળકી પર દુષ્કર્મ થયાનું નિદાન કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. માતાની ફરિયાદ બાદ પિતાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
