હીરા બજારમાં મંદી આવતા ગુનાખોરી તરફ વળ્યો શખ્સ, 7 કરોડના હીરાની તસ્કરી કરતા અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો, જુઓ Video
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી છે.
DRIએ ડાયમેડના 2 પેકેટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગુપ્ત ભાગે હીરા સંતાડ્યા હોવાનું સામે આવ્યું હતુ. હીરા બજારમાં મંદીના કારણે તસ્કરી તરફ આરોપી વળ્યો હતો. આરોપીને વિયેતનામની ટ્રિપ અને 20 હજારની ઓફર મળી હતી. 20 હજારની લાલચમાં હીરાની તસ્કરી કરવા જતો હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં અન્ય એક આરોપીનું પણ નામ સામે આવ્યું છે. બીજા આરોપી પાસેથી પણ 3.5 કરોડનો હીરો મળી આવ્યો છે. DRIએ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન
થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની દાણચોરીની બે એન્ટિક ઘડિયાળ મળી આવી હતી. ત્યારબાદ એજન્સીઓએ વોચ વધારી છે. ત્યારે જ સિંગાપોર એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી સાડા ત્રણ કરોડનો હીરો મળી આવ્યો હતો. જેને DRIના અધિકારીઓએ કબજે લઈ મુસાફરની તપાસ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદથી વિદેશ જઈ રહેલા અન્ય એક મુસાફર પાસેથી પણ બીજો સાડા ત્રણ કરોડ રૂપિયાનો હીરો મળી આવતા અધિકારીઓએ 7 કરોડ રૂપિયાના બંને હીરા કબજે લઈ બંને મુસાફરોની પૂછપરછ આદરી છે.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
