Women’s day special cake recipe : તમારી જીવનની સુપર વુમન્સને કેક બનાવી આપો સરપ્રાઈઝ, જાણો સંપૂર્ણ રેસિપી
વુમન્સ ડે પર તમે તમારા ઘરમાં રહેલી મહિલાઓને કંઈક રસોઈ બનાવીને કે પછી કોઈ સ્વીટ બનાવીને સરપ્રાઈઝ આપી શકો છો. તો આજે કેક બનાવવાની સરળ રીત તમને જણાવીશું.

આજે વુમન્સ ડે પર તમે ઘરે જ કેક બનાવી શકો છો. આજે અમે તમને ચોકલેટ કેક કેવી રીતે બનાવી શકાય તેની સરળ રેસિપી જણાવીશું. તમે ઘરે જ બનાવી તમારી મમ્મી, પત્ની, બહેન સહિત મહિલા મિત્રોને પણ સરપ્રાઈઝ આપી શકો છો.

કેક બનાવવા માટે ડ્રાય ફ્રુટ, વેનીલા એસેન્સ, બેકિંગ પાઉડર, મેંદાનો લોટ, દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, કોકો પાઉડર, ચોકલેટ સીરપ, ઘી અથવા બટર દૂધ સહિતની સામગ્રીની જરુરત પડશે.

કેક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણ લો. તેમાં ઘઉં અથવા મેંદાનો લોટ ચાળીને લો. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડરને ચાળીને નાખો. હવે વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, દળેલી ખાંડ અને ઘી અથવા બટર નાખીને બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં કોકો પાવડર અથવા ચોકલેટ સીરપ ઉમેરી લો. ત્યારબાદ ગેસ પર કૂકર રાખી દો. હવે તેમાં પાણી ભરી લો. એક બેકિંગ ટીનમાં બટર પેપર લગાવી દો. તેમાં થોડો લોટ છાંટો અને પછી બેટર થોડું થોડું કરીને નાખતા જાઓ.

હવે આ મિશ્રણને 40 મિનિટ સુધી પકવવા દો. કેક સારી રીતે બેક થઈ જાય ત્યારે ગેસ બંધ કરી કેકને ઠંડી થવા દો. કેક ઠંડી થઈ જાય પછી ચોકલેટથી ડેકોરેટ કરી શકો છો. તમે સ્ટીમ કરવાની જગ્યાએ કેકને બેક પણ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































