IPS Officer : ગુજરાતના આ મહિલા IPSના શીરે PM મોદીની સિક્યુરિટીની જવાબદારી, જુઓ Photos
નવસારીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ગુજરાતના ગૃહ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. પીએમની સુરક્ષાનો સંપૂર્ણ હવાલો 10 મહિલા IPS અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ કરવાના છે. જે IPS છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવસારી જિલ્લામાં કરવામાં આવશે. જોમ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેવાની છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમ્યાન વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો ગુજરાત મહિલા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં PM ના કાર્યક્રમ દરમ્યાન સુરક્ષાને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી ગામે લખપતિ દીદી સન્માન કાર્યક્રમમાં પધારી રહ્યા છે.

વડાપ્રધાનના હેલીપેડ પર લેન્ડિંગ થી માંડીનેતમામ કાર્યક્રમના શિડયુલની સુરક્ષા વ્યવસ્થા સુધીનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

આ કામ માટે ગુજરાતના 10 IPS અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે . જેનું પ્રતિનિધિત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે ને સોંપવામાં આવ્યું છે.

એટલે કે નવસારી ખાતેના કાર્યક્રમમાં PM મોદીને તમામ સુરક્ષાની દેખરેખ ગુજરાત સરકારના ગૃહ વિભાગના અગ્ર સચિવ IPS નિપુણા તોરવણે કરશે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાતના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































