કાળા કાચવાળી કારમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
વીરપુરમાં પાછલા દરવાજે મંદિરમાં પહોચીને સ્વામી જ્ઞાનપ્રકાશે, જલારામ બાપા સામે નત મસ્તકે માફી માગી હતી. સાથોસાથ મંદિરના અગ્રણીઓને, જલારામ બાપાના ભક્તોની સાથેસાથે રઘુવંશી સમાજમાં વ્યાપેલા રોષને શાંત કરવાની અપીલ પણ કરી હતી. આ માફી બાદ સ્વામી જ્ઞાનપ્રકાશ મીડિયા સાથે વાત કર્યા વિના જ પોલીસના બંદોબસ્ત વચ્ચે, નંબર પ્લેટ વગરની કાળા કલરની કાળા કાચવાળી કારમાં બેસીને જતા રહ્યાં હતા.
દેશ વિદેશમાં જેમના અનેક પરચા અપરંપાર છે તેવા જલારામ બાપા અંગે પોતાનુ અજ્ઞાન રજૂ કરીને બફાટ કરનાર સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે વીરપુર જલારામ ધામમાં જઈને વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે માફી માગીને સમગ્ર વિવાદનો સંકેલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એ જલારામબાપા મુદ્દે પોતાના અજ્ઞાનનુ પ્રદર્શન કરતા એવી ટિપ્પણી કરી હતી કે, જલારામ બાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે, જલારામબાપા એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશિર્વાદ માગ્યા હોવાનો દાવો કર્યો હતો, તેમજ જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમને માટે ચાલે તેવા આશિર્વાદ આપ્યા હોવાનું કહ્યું હતું, કાયમના માટે ભંડાર ભરેલ રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા હોવાનું નિવેદન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કર્યું હતું, સાથે જ જલારામબાપા એ સ્વામી ગુણાતીતાનંદ જ્યારે વીરપુર આવ્યા ત્યારે દાળ અને રોટી જમાડ્યા હતા.
સ્વામી જ્ઞાનપ્રકાશના આ નિવેદનથી જલારામબાપાના ભક્તો સાથે રઘુવંશી સમાજમાં વ્યાપક જનઆક્રોશ ફેલાયો હતો. લોહાણા સામાજે વિવિધ શહેરો અને નગરોમાં વહીવટીતંત્રના વડાઓને આવેદનપત્ર આપ્યું હતું અને એવી માંગણી કરી હતી કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર ખાતે આવીને જલારામ બાપાને નત મસ્તક વંદન કરી માફી માંગે. જો સ્વામી જ્ઞાનપ્રકાશ 48 કલાકમા માફી નહીં માંગે તો, ગુજરાતના તમામ સ્વામિનારાયણ મંદિરે ધરણા કરી મંદિર બંધ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ વિવાદને પગલે એક પછી એક ઘટના અને વ્યાપક વિરોધ બાદ, સ્વામી જ્ઞાનપ્રકાશ આજે કાળા કલરની કાળા કાચ વાળી કારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીરપુર પહોચ્યા હતા. વીરપુરમાં પાછલા દરવાજે મંદિરમાં પહોચીને સ્વામીએ, જલારામ બાપા સામે નત મસ્તકે માફી માગી હતી. સાથોસાથ મંદિરના અગ્રણીઓને, જલારામ બાપાના ભક્તોની સાથેસાથે રઘુવંશી સમાજમાં વ્યાપેલા રોષને શાંત કરવાની અપીલ પણ કરી હતી. આ માફી બાદ સ્વામી જ્ઞાનપ્રકાશ મીડિયા સાથે વાત કર્યા વિના જ પોલીસના બંદોબસ્ત વચ્ચે, નંબર પ્લેટ વગરની કાળા કલરની કાળા કાચવાળી કારમાં બેસીને જતા રહ્યાં હતા.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
