હાથમાં રેકેટ, આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત, સાનિયાએ ટેનિસને ‘ફાઇનલ’ અલવિદા કહ્યું

સાનિયા મિર્ઝાએ ગયા મહિને દુબઈમાં રમાયેલી WTA ટૂર્નામેન્ટમાં છેલ્લી પ્રોફેશનલ મેચ રમી હતી. હૈદરાબાદમાં, તેણે છેલ્લી વખત ટેનિસ રેકેટ અને તેની કારકિર્દીને અલવિદા કહ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:08 AM
 ભારતની મહાન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ તે જ જગ્યાએથી તેની કારકિર્દીને અલવિદા કહ્યું જ્યાંથી તેણે તેની શરૂઆત કરી હતી. તેની આંખોમાં આંસુ, તેના ચહેરા પર ગર્વ, પુત્ર ઇઝાનનો હાથ હાથમાં પકડીને સાનિયાએ ટેનિસને હંમેશ માટે અલવિદા કહ્યું. સાનિયાએ લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં એક મેચ રમીને પોતાની કારકિર્દીનો અંત કર્યો હતો.

1 / 5
આ ખાસ સમારોહમાં રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને તેની બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેક-સેન્ડ્સ સામેલ થયા હતા. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. છ ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી ચુકેલી સાનિયાએ બંને મેચો જીતીને પોતાની સફરનો સુંદર અંત કર્યો હતો.

2 / 5
સાનિયા પોતાના વિદાય ભાષણમાં ભાવુક થઈ ગઈ અને કહ્યું કે, તેના માટે સૌથી મોટું સન્માન 20 વર્ષ સુધી દેશ માટે રમવું છે. તેની સફરમાં સાથ આપનાર દરેકનો આભાર માનતા સાનિયાએ કહ્યું, “મારા માટે સૌથી મોટું સન્માન મારા દેશ માટે 20 વર્ષ સુધી રમવું છે. પોતાના દેશનું ઉચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કરવાનું દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે.

3 / 5
ચાહકોનો ઉત્સાહ જોઈને સાનિયા ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું, “આ ખુશીના આંસુ છે.  સાનિયાએ કહ્યું કે તેણે રમતને અલવિદા કહી દીધું હોવા છતાં, તે ભારત અને તેલંગાણામાં ટેનિસ અને રમતગમતનો ભાગ બની રહેશે.

4 / 5
કેટલાક ચાહકો પાસે 'પ્લેકાર્ડ' હતા જેમાં લખ્યું હતું 'યાદો માટે આભાર' અને 'અમે તમને યાદ કરીશું, સાનિયા'. ચાહકોમાં મોટાભાગે શાળાના બાળકો હતા અને સાનિયા કોર્ટ પર ઉતરી કે તરત જ તેઓએ 'ચીયર' કરવાનું શરૂ કર્યું. સ્ટેડિયમમાં સાનિયાના પરિવારના સભ્યો અને મિત્રો પણ હાજર હતા. મેચ બાદ રામારાવ અને તેલંગાણાના રમતગમત મંત્રી વી શ્રીનિવાસ ગૌડે સાનિયાનું સન્માન કર્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">