PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!

PM Modi visit to Lakshadweep: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાત્રી રોકાણ નયનરમ્ય ટાપુ પર કર્યો હતો. બુધવારે લક્ષદ્વીપથી પરત ફરતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્થાનિક લોકોના પ્રેમ અને આશિર્વાદ બદલ આભાર માન્યો હતો. મંગળવારે અગાત્તી અને બુધવારે કવારાત્તી ટાપુ પર જાહેરસભા સંબોધી હતી. લક્ષદ્વીપને આ દરમિયાન અનેક નવા વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદીએ આપી હતી.

| Updated on: Jan 03, 2024 | 4:40 PM
વડાપ્રધાન મોદી મય બન્યો છે, લક્ષદ્વીપ ટાપુ. દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા અને જ્યાં સ્થાનિક લોકો અને પ્રશાસક પ્રફુલ પટેલે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

1 / 10
મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, આજે લક્ષદ્વીપની સવાર જોઈને મન ખુબ જ પ્રસન્ન થઈ ગયુ. લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોથી વર્ણવવી ખૂબ જ મુશ્કેલ છે. લક્ષદ્વીપનો જમીની વિસ્તાર ખૂબ જ મર્યાદિત છે, પરંતુ લક્ષદ્વીપના લોકોનું દિલ દરિયા જેટલું વિશાળ છે.

2 / 10
વડાપ્રધાન મોદી પર સ્થાનિકોએ ઉત્સાહ અને પ્રેમ વરસાવ્યો હતો. લક્ષદ્વીપની મુલાકાત પૂર્ણ કરતા અગાઉ તેઓએ સ્થાનિકોના પ્રેમ અને આશિર્વાદ બદલ આભાર જાહેરસભા દરમિયાન માન્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, અહીં ના લોકોના માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ માટે નવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

3 / 10
PM મોદીએ લક્ષદ્વીપમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓને લઈ સમીક્ષા બેઠક યોજી હતી. સ્થાનિક સંસ્કૃતિનું રક્ષણ કરવા અને લોકોની સમૃદ્ધીના માર્ગને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ પ્રગતિના લગતા પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

4 / 10
લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો હતો. જેમાં સ્થાનિક મહિલાઓના જૂથ દ્વારા વાત કરી કે કેવી રીતે તેઓએ SHG એ રેસ્ટોરન્ટ શરૂ કરવા, આત્મનિર્ભર બનવા તરફ કામ કર્યું.

5 / 10
લાભાર્થી મહિલાઓએ આયુષ્યમાન ભારત યોજના થતી હ્રદયની બિમારીની સારવારમાં મદદ, PM-KISAN યોજનાનો જીવન બદલવા માટે ઉપયોગ, મફત રાષન, દિવ્યાંગોને માટે લાભ, PM-AWAS, કિસાન ક્રેડિટ કાર્ડસ, ઉજ્જવલા યોજના સહિતની વાતો વડાપ્રધાન મોદી સાથે કરી હતી. જે વાતથી વડાપ્રધાને સંતોષનો અહેસાસ વ્યક્ત કર્યો હતો કે, દરિયાઈ અંતરિયાળ વિસ્તારમાં પણ યોજનાઓ પહોંચી રહી છે અને મદદરુપ નિવડી રહી છે.

6 / 10
આગળ વડાપ્રધાને કહ્યુ હતુ કે, અમારી સરકાર લક્ષદ્વીપના પર્યાવરણને કોઈ નુક્સાન ના પહોંચે એનું ધ્યાન રાખી રહી છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની સાથે તૈયાર કરવામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટ આવો જ એક પ્રયાસ છે. જે લક્ષદ્વીપનો પ્રથમ બેટરી બેકડ સોલાર પાવર પ્રોજેક્ટ છે. આનાથી હવે ડીઝલથી વીજળી ઉત્પાદન કરવાની મજબૂરી ઓછી થઈ જશે અને પ્રદૂષણ ઓછી થશે.

7 / 10
સંબોધનમાં PM એ કહ્યુ, આઝાદીના સુવર્ણકાળ દરમિયાન વિકસિત ભારતના નિર્માણમાં પણ લક્ષદ્વીપે મોટી ભૂમિકા ભજવી હતી. ભારત સરકાર લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર આગવી રીતે લાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં અહીં યોજાયેલી G20 બેઠકના કારણે લક્ષદ્વીપને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ લક્ષદ્વીપ માટે ડેસ્ટિનેશન સ્પેસિફિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે લક્ષદ્વીપ પાસે બે બ્લુ ફ્લેગ બીચ છે. મને બતાવવામાં આવ્યું છે, કે દેશનો પ્રથમ વોટર વિલા પ્રોજેક્ટ કદમત અને સુહેલી ટાપુઓ પર બનાવવામાં આવી રહ્યો છે.

8 / 10
વાત કરતા વડાપ્રધાને કહ્યુ કે, લક્ષદ્વીપ હવે ક્રુઝ ટુરિઝમ માટે એક મોટું સ્થળ બની રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં લગભગ 5 ગણો વધારો થયો છે. તમે જોયું હશે કે મેં દેશના લોકોને વિદેશ પ્રવાસ કરતા પહેલા દેશમાં ઓછામાં ઓછા 15 સ્થળોની મુલાકાત લેવાની અપીલ કરી છે. જે લોકો વિશ્વના વિવિધ દેશોના ટાપુઓ જોવા ઈચ્છે છે અને સમુદ્રથી અભિભૂત થઈ ગયા છે, તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પહેલા લક્ષદ્વીપ આવો. હું માનું છું કે એક વાર અહીંના સુંદર બીચ જોયા પછી તે બીજા દેશમાં જવાનું ભૂલી જશે.

9 / 10
જાહેરસભામાં PM એ કહ્યુ કે, હું તમને બધાને ખાતરી આપું છું કે કેન્દ્ર સરકાર Ease of Living, Ease of Travel, Ease of Doing Business માટે દરેક શક્ય પગલાં લેવાનું ચાલુ રાખશે. લક્ષદ્વીપ વિકસિત ભારતના નિર્માણમાં મજબૂત ભૂમિકા ભજવશે તેવા વિશ્વાસ સાથે, વિકાસના પ્રોજેક્ટ્સ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">