AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર 5 મિનિટમાં તૈયાર કરો PM મોદીની ફેવરિટ ‘ઝાલમુડી’, બંગાળની ગલીઓનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ હવે તમે પણ ઘરે બનાવો

પીએમ મોદીએ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તા કિનારે મળતી ઝાલમુડીનો સ્વાદ ચાખ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ઝાલમુડી ચર્ચાનો વિષય બની ગઈ છે. ઝાલમુડી એક સ્વાદિષ્ટ અને ચટપટું બંગાળી સ્ટ્રીટ ફૂડ છે, જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

| Updated on: May 04, 2026 | 7:37 PM
Share
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીનો જાદુ ચાલી ગયો છે. રાજ્યમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે આગળ આવી છે, જ્યારે મમતા બેનર્જીની ટીએમસી ખરાબ રીતે હારી ગઈ છે. બંગાળમાં ચૂંટણી રેલી વચ્ચે 19 એપ્રિલે પીએમ મોદીએ પોતાનો કાફલો રોકાવીને રસ્તા કિનારે એક નાના સ્ટોલ પર ઝાલમુડીનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ પછી આખી દુનિયામાં ઝાલમુડીની ખૂબ ચર્ચા થઈ અને લોકો તેની રેસીપી શોધવા લાગ્યા. બંગાળની ગલીઓમાં મળતી ઝાલમુડીનો સ્વાદ એવો છે કે, એકવાર ખાધા પછી કોઈ તેને ભૂલી શકતું નથી.

1 / 5
એવામાં સવાલ એ છે કે, બંગાળની ફેમસ ઝાલમુડી ઘરે કેવી રીતે બનાવી શકાય અને તેને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? ઝાલમુડી બંગાળનું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ મમરા, સરસવનું તેલ અને મસાલાના ખાસ મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આની ખાસિયત તેનો તીખો, ખાટો અને હળવો મસાલેદાર સ્વાદ છે, જે દરેક બાઈટમાં અલગ જ મજા આપે છે. આને બનાવવી અત્યંત સરળ છે અને તેમાં વપરાતી સામગ્રી પણ સામાન્ય રીતે ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. તાજેતરમાં આ નાસ્તો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ પ્રવાસ દરમિયાન તેનો સ્વાદ ચાખ્યો.

2 / 5
ઘરે ઝાલમુડી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મમરા લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, બાફેલા બટાકાના નાના ટુકડા અને થોડી લીલી કોથમીર નાખો. હવે તેમાં શેકેલા ચણા, સીંગદાણા અને ઈચ્છો તો સેવ પણ ઉમેરી શકો છો, જેનાથી તેનો ક્રંચ વધી જાય છે. આ બધી વસ્તુઓ ઝાલમુડીના સ્વાદને વધુ મજેદાર બનાવે છે.

3 / 5
હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સૌથી જરૂરી સરસવનું થોડું તેલ નાખો. સરસવનું તેલ જ ઝાલમુડીને તેનો અસલી બંગાળી ટેસ્ટ આપે છે. સાથે જ તેમાં થોડો લીંબુનો રસ નાખો, જેનાથી તેની ખટાશ વધી જાય છે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો, જેથી દરેક દાણા પર મસાલાનું કોટિંગ થઈ જાય.

4 / 5
ઝાલમુડી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, તેને તરત જ સર્વ કરો. વધારે વાર સુધી રાખવાથી મમરા નરમ થઈ જાય છે અને તેનો અસલી ક્રંચ ખતમ થઈ જાય છે. તમે તેને સાંજના નાસ્તા તરીકે, ચા સાથે અથવા હળવી ભૂખ લાગવા પર ઝટપટ બનાવી શકો છો. જો તમે પણ ઘરે બેઠા સ્ટ્રીટ ફૂડની મજા લેવા માંગતા હોવ, તો ઝાલમુડી એક પરફેક્ટ ઓપ્શન છે. ઓછા સમયમાં બનતી આ રેસીપી સ્વાદ અને હેલ્થ બંનેનું સારું કોમ્બિનેશન આપે છે.

5 / 5

આ પણ વાંચો: રોટલીઓને કલાકો સુધી ‘રૂ’ની જેમ સોફ્ટ રાખવા માટે, લોટ બાંધતા વખતે આ વસ્તુ ઉમેરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">