Tulsi Vivah 2026 : તુલસી વિવાહ બાદ ક્યારે તોડવા જોઈએ તુલસીના પાન? જાણો ધાર્મિક નિયમો
હિંદુ ધર્મમાં તુલસીના છોડને માતા સમાન પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજામાં પણ તુલસીના પાનનું વિશેષ મહત્વ છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમુક દિવસો અને તિથિએ તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે તુલસીના પાન ક્યારે ન તોડવા જોઈએ અને તેને તોડવાની સાચી રીત શું છે.

હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, એકાદશી,દ્વાદશી,રવિવાર અને સાંજના સમયે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. તુલસી વિવાહ અગિયારસના દિવસે કરવામાં આવે છે અને બીજા દિવસ બારસ હોય છે તેથી તુલસીના પાન તોડવામાં આવતા નથી. માનવામાં આવે છે કે આ દિવસે માતા તુલસી આરામ કરે છે. તેથી પૂજા માટે પાનની જરૂર હોય તો એક દિવસ અગાઉ જ તોડી રાખવાની પરંપરા છે.

એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું વિશેષ મહત્વ છે. ધાર્મિક પરંપરા અનુસાર, આ દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. ભક્તો એકાદશીની પૂજા માટે અગાઉથી જ તુલસીના પાન એકત્રિત કરીને રાખે છે. આ નિયમનું પાલન કરવું શુભ માનવામાં આવે છે અને તુલસીના છોડ પ્રત્યે આદર દર્શાવવાની પરંપરા છે.

રવિવાર ના દિવસે પણ તુલસીના પાન ન તોડવાની માન્યતા પ્રચલિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ રાખે છે. તેથી રવિવારે તુલસીના પાન તોડવાનું ટાળવામાં આવે છે. જો પૂજા માટે પાનની જરૂર હોય તો અગાઉથી જ તેને તોડીને રાખી શકાય છે.
![તુલસીના પાન તોડવા માટે સવારનો સમય યોગ્ય માનવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર, સૂર્યાસ્ત [Sunset] બાદ તુલસીના પાન તોડવા જોઈએ નહીં. રાત્રિના સમયે તુલસીના છોડને સ્પર્શ કરવાનું પણ કેટલીક પરંપરાઓમાં ટાળવામાં આવે છે. તેથી ભગવાનની પૂજા માટે જરૂરી પાન દિવસ દરમિયાન જ તોડી રાખવાની સલાહ આપવામાં આવે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/11/Tulsi-Leaves-4.jpg)
તુલસીના પાન તોડવા માટે સવારનો સમય યોગ્ય માનવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર, સૂર્યાસ્ત [Sunset] બાદ તુલસીના પાન તોડવા જોઈએ નહીં. રાત્રિના સમયે તુલસીના છોડને સ્પર્શ કરવાનું પણ કેટલીક પરંપરાઓમાં ટાળવામાં આવે છે. તેથી ભગવાનની પૂજા માટે જરૂરી પાન દિવસ દરમિયાન જ તોડી રાખવાની સલાહ આપવામાં આવે છે.

અમાસ અને પૂનમ ના દિવસો હિંદુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. કેટલીક પરંપરાઓમાં આ બંને તિથિએ તુલસીના પાન તોડવાની મનાઈ છે. આ દિવસોમાં તુલસીની પૂજા અને છોડની સેવા કરવી શુભ માનવામાં આવે છે. જોકે, આ નિયમો અલગ-અલગ પ્રદેશોની ધાર્મિક પરંપરા પ્રમાણે બદલાઈ શકે છે.

તુલસીના પાન તોડતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પાનને નખથી તોડવા જોઈએ નહીં. શક્ય હોય ત્યાં સુધી આંગળીઓથી હળવેથી પાન લેવા જોઈએ. છોડની ડાળીઓને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. પૂજા માટે જરૂર હોય તેટલા જ પાન તોડવા જોઈએ.

ધાર્મિક માન્યતા અનુસાર, તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી. એટલે કે અગાઉથી તોડીને રાખેલા પાનનો ઉપયોગ બીજા દિવસે પણ ભગવાન વિષ્ણુની પૂજામાં કરી શકાય છે. ખાસ તિથિઓમાં પાન તોડવાની મનાઈ હોવાથી ભક્તો એક દિવસ અગાઉ જ પાન તોડી રાખે છે. આ પરંપરા વર્ષોથી હિંદુ ધાર્મિક વિધિઓમાં જોવા મળે છે. (નોંધ: આ તમામ વિગતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. અલગ-અલગ સંપ્રદાયોમાં નિયમોમાં ફેરફાર હોઈ શકે છે.)
આ પણ વાંચો : Tulsi Vivah 2026 : આજે તુલસી માતાના લગ્ન! જાણો શુભ મુહૂર્તથી લઈને પૂજા વિધિ સુધીની સંપૂર્ણ માહિતી
