AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બોરસદમાં રેતમાફિયાઓ બેફામ, સરકારી અધિકારીઓની રેકી કરતા બે શખ્સો ઝડપાયા ! જુઓ Video

Breaking News : બોરસદમાં રેતમાફિયાઓ બેફામ, સરકારી અધિકારીઓની રેકી કરતા બે શખ્સો ઝડપાયા ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2026 | 1:43 PM
Share

આણંદ જિલ્લાના બોરસદમાં સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો રેત માફિયાઓ માટે પ્રાંત અધિકારી અને મામલતદારની રેકી કરતા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદો અવારનવાર મળતી રહે છે. આવી ફરિયાદોના આધારે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કાર્યવાહીથી બચવા માટે રેતી માફિયાઓએ બંને શખ્સોને અધિકારીઓની હિલચાલ પર નજર રાખવાનું કામ સોંપ્યું હોવાની આશંકા છે.

અધિકારીઓની રેકી કરતા ઝડપાયા શખ્સો

બોરસદના તાલુકા સેવા સદન બહાર બંને શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન તેમના મોબાઇલ ફોનમાંથી એક WhatsApp ગ્રુપ મળી આવ્યું હતું. જેમાં અધિકારીઓ ક્યારે કચેરીએ આવે છે, ક્યારે બહાર જાય છે અને તેમની ગાડીઓની હિલચાલ અંગેની માહિતી શેર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. હાલ બોરસદ શહેર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, Home Cleaning Tips: રોજ આખા ઘરમાં પોતું મારવાની ઝંઝટ છોડો! અપનાવો આ સ્માર્ટ ટ્રિક, સમય અને મહેનત બંને બચશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">