AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Paan Rasam Recipe : શિયાળામાં એક વખત ટ્રાય કરો વાયરલ તુલસી-પાન રસમ, સ્વાદ એવો કે આંગળીઓ ચાટતા રહી જશો

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે લોકો વિવિધ પ્રકારના સૂપનું સેવન કરતા હોય છે. પરંતુ દર વખતે ટામેટાંનો કે પાલકનો સૂપ પીવાને બદલે આ વખતે કંઈક નવું ટ્રાય કરો. આજે તમારા માટે તુલસીના પાનના રસમની રેસિપી જણાવી શું જે સ્વાદમાં એકદમ અનોખી છે. તો ચાલો જાણીએ આ ખાસ રસમ બનાવવાની સરળ રીત અને તેની સામગ્રી.

| Updated on: Nov 22, 2026 | 12:21 PM
Share
સાઉથ ઈન્ડીયામાં રસમ વિવિધ પ્રકારના બનાવવામાં આવે છે. તેમાં તુલસીનાં પાન, નાગરવેલાનાં પાન અને વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ  સામગ્રીના મિશ્રણથી રસમમાં અલગ જ સુગંધ અને સ્વાદ આવે છે.

1 / 7
તુલસી-પાન રસમમાં આદુ અને લસણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કાળા મરી, જીરું અને અજમો જેવા મસાલા પણ ઉમેરવામાં આવે છે. આ તમામ સામગ્રી રસમને મસાલેદાર અને સુગંધિત બનાવે છે. ખાસ વાત એ છે કે આ સામગ્રીને બરછટ વાટીને ઉમેરવામાં આવે છે, જેથી દરેક ઘૂંટમાં મસાલાનો સ્વાદ માણી શકાય છે.

2 / 7
રસમમાં ખાટો સ્વાદ લાવવા માટે ટામેટાં અને આમલીનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટાંને અન્ય મસાલાઓ સાથે મિક્સ કરવામાં આવે છે, જ્યારે આમલીનો પલ્પ રસમને સરસ ખટાશ આપે છે. આ ઉપરાંત હળદર, હિંગ અને રસમ પાઉડર ઉમેરવાથી તેનો સ્વાદ વધુ સરસ બને છે. આ બધી સામગ્રી ભેગી થઈને રસમને ચટાકેદાર બનાવે છે.

3 / 7
સૌપ્રથમ તુલસી, પાનનાં પાન, મીઠા લીમડાના પાન, આદુ, લસણ, જીરું, અજમો અને કાળા મરીને બરછટ વાટી લો. હવે તપેલીમાં આ મિશ્રણ સાથે ટામેટાં, આમલીનો પલ્પ અને પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, હિંગ, રસમ પાઉડર અને મીઠું નાખીને ધીમી આંચ પર ઉકાળો. મસાલાની સુગંધ આવે ત્યાં સુધી તેને બરાબર પકાવો.

4 / 7
રસમ તૈયાર થવા લાગે એટલે તેમાં સ્વાદિષ્ટ વઘાર ઉમેરવાનો વારો આવે છે. તેના માટે નાની વઘારિયામાં ઘી ગરમ કરીને તેમાં રાઈ નાખો.

5 / 7
હવે રાઈ તતડે એટલે સૂકાં લાલ મરચાં અને કરી પત્તાં ઉમેરો. તૈયાર વઘારને રસમમાં નાખીને બરાબર મિક્સ કરો. છેલ્લે સમારેલી તાજી કોથમીર ઉમેરવાથી રસમની સુગંધ અને સ્વાદમાં વધારો થાય છે.

6 / 7
તૈયાર તુલસી-પાન રસમને ગરમાગરમ પીરસો. તમે તેને સૂપની જેમ કપમાં ભરીને પી શકો છો અથવા બાફેલા ભાત અને પાપડ સાથે સર્વ કરી શકો છો. તેનો ખાટો, તીખો અને મસાલેદાર સ્વાદ ભોજનને વધુ રસપ્રદ બનાવે છે. શિયાળામાં રોજિંદા ભોજનમાં કંઈક નવું ઉમેરવું હોય તો આ અનોખી રેસિપી એકવાર જરૂર ટ્રાય કરી શકાય છે.

7 / 7
Follow Us
g clip-path="url(#clip0_868_265)">