AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેડૂત બનીને ખેતરમાં ઉતર્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગાયનું દૂધ દોહ્યું અને બળદગાડું હાંક્યું ! જુઓ Photos

ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદના નરસંડા ગામે આવેલા ગીરી ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

| Updated on: Nov 21, 2026 | 1:47 PM
Share
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ તાલુકાના નરસંડા ગામની મુલાકાત લીધી હતી. (Image Source | X @ADevvrat)

1 / 7
આ દરમિયાન તેમણે પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામી દ્વારા સંચાલિત ગીરી ફાર્મની મુલાકાત લઈ ખેતીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. (Image Source | X @ADevvrat)

2 / 7
ફાર્મમાં ઉગાડવામાં આવેલા વિવિધ ફળો અને શાકભાજીના પાકની માહિતી મેળવી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી. (Image Source | X @ADevvrat)

3 / 7
તેમણે ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. (Image Source | X @ADevvrat)

4 / 7
આ ઉપરાંત રાજ્યપાલે બાગાયત વિભાગની સહાયથી તૈયાર કરાયેલા નેટહાઉસની મુલાકાત પણ લીધી હતી. (Image Source | X @ADevvrat)

5 / 7
નેટહાઉસમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વિવિધ વેલાવાળા પાકોનું નિરીક્ષણ કરી પાકની જાળવણી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે માર્ગદર્શન આપ્યું હતું. (Image Source | X @ADevvrat)

6 / 7
રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા અને ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી ટકાઉ કૃષિ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. (Image Source | X @ADevvrat)

7 / 7

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹21,000નો મોટો ઘટાડો, 10 દિવસમાં સૌથી સસ્તું થયું સોનું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">