AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિમ્પલથી પરેશાન છો? તો કામ આવશે આ ‘5 ઘરેલું પેક’, લીમડાથી લઈને એલોવેરા સુધી અજમાવો આટલા ઉપાય

ચહેરા પર અચાનક દેખાતો નાનો પિમ્પલ ઘણીવાર આખો લુક બગાડી નાખે છે. બીજું કે, તેને દબાવવાથી ડાઘ કે લાલાશ વધવાની શક્યતા રહે છે. એવામાં તમે પિમ્પલને છેડવાને બદલે ત્વચાની સંભાળ માટે કેટલાક ઘરેલું સ્પોટ પેક અજમાવી શકાય છે.

પિમ્પલથી પરેશાન છો? તો કામ આવશે આ '5 ઘરેલું પેક', લીમડાથી લઈને એલોવેરા સુધી અજમાવો આટલા ઉપાય
| Updated on: Nov 22, 2026 | 8:25 PM
Share

એક નાનો ખીલ ઘણીવાર ચહેરાનો આખો લુક બગાડી નાખે છે. ખાસ કરીને જ્યારે કોઈ ખાસ પ્રસંગે તૈયાર થવાનું હોય, ત્યારે તેને જોઈને વારંવાર અડવાનું અથવા દબાવવાનું મન થાય છે. જો કે, આવું કરવું ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેનાથી લાલાશ કે ડાઘની સમસ્યા વધી શકે છે.

આવી સ્થિતિમાં પિમ્પલને ફોડવાને બદલે કેટલાક સરળ ઘરેલું સ્પોટ પેક અજમાવી શકાય છે. લીમડો, હળદર, એલોવેરા, તુલસી અને ચંદન જેવી વસ્તુઓનો ઉપયોગ પરંપરાગત સ્કિન કેરમાં થતો આવ્યો છે. જો કે, તેને ખીલનો કાયમી ઈલાજ માનવામાં આવતો નથી. સતત એક્ને થતા હોય તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી વધુ હિતાવહ છે.

  1. લીમડો અને હળદરનો સ્પોટ પેક: આ માટે એક ચમચી લીમડાનો પાવડર, એક ચતુર્થાંશ ચમચી હળદર અને એક ચમચી એલોવેરા જેલ લો. જરૂર જણાય તો, ગુલાબજળના થોડા ટીપાં ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને માત્ર પિમ્પલવાળી જગ્યા પર લગભગ 10-15 મિનિટ લગાવીને ધોઈ લો. લીમડા અને હળદરનો ઉપયોગ પરંપરાગત સ્કિન કેરમાં લાંબા સમયથી થતો આવ્યો છે.
  2. એલોવેરા-હળદરથી બનાવો પેક: ઓઈલી અને સંવેદનશીલ ત્વચા પર વધુ પડતી વસ્તુઓ લગાવવાને બદલે હળવો સ્પોટ પેક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. એક ચમચી એલોવેરા જેલમાં એક ચપટી હળદર અને અડધી ચમચી ચંદન પાવડર મિક્સ કરો. પિમ્પલ પર લગાવીને 10-15 મિનિટ પછી ધોઈ લો.
  3. લીમડો, તુલસી અને એલોવેરાનો પેક: અડધી ચમચી લીમડાનો પાવડર, અડધી ચમચી તુલસી પાવડર અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. જરૂરિયાત મુજબ ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો. તેને પિમ્પલ પર પાતળા પડમાં લગાવો અને 10-15 મિનિટ પછી સાફ કરી લો.
  4. ચંદન અને એલોવેરાથી મેળવો ઠંડક: જો પિમ્પલની આસપાસ લાલાશ કે બળતરા અનુભવાતી હોય, તો એક ચમચી ચંદન પાવડરમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેક તૈયાર કરી શકાય છે. તેમાં ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
  5. હળદર અને મધનો સ્પોટ માસ્ક: અડધી ચમચી કાચા મધમાં એક ચપટી હળદર અને અડધી ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. કોટન બડ વડે તેને માત્ર પિમ્પલ પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી ધોઈ લો. મધ કે કોઈ પણ નવું મિશ્રણ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવું જરૂરી છે.

નિષ્ણાતોના મતે, ઘરેલું પેકથી કેટલાક લોકોને રાહત મળી શકે છે પરંતુ તેની અસરને ખીલનો તબીબી ઈલાજ ન માની શકાય. જો વારંવાર ખીલ થતા હોય, દુખાવા વાળા હોય અથવા ખૂબ વધારે હોય તો ઘરેલું નુસખાને બદલે ત્વચા નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે.

kishmish health benefits : એક દિવસમાં કેટલી પલાળેલી દ્રાક્ષ ખાવી જોઈએ? જાણો તેના ફાયદા

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">