AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંબાજીની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની ઘોર બેદરકારી, મહિલાની ડિલિવરીનો Video બનાવી સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ

બનાસકાંઠાના અંબાજીની સરકારી હોસ્પિટલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગાયનેકોલોજી વિભાગના ડૉક્ટરે ઓપરેશન થિયેટરના નિયમો નેવે મૂકીને મહિલાની ડિલિવરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Breaking News: અંબાજીની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની ઘોર બેદરકારી, મહિલાની ડિલિવરીનો Video બનાવી સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2026 | 5:32 PM
Share

સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની લ્હાયમાં લોકો ભાન ભૂલતા હોય તેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે પરંતુ હવે જવાબદાર પદ પર બેઠેલા ડૉક્ટરો પણ નિયમોને નેવે મૂકી રહ્યા છે. બનાસકાંઠાના અંબાજીની સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડૉ. કિંજલ પરીખની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં વિવાદ જગાવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

અંબાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. કિંજલ પરીખે એક ગર્ભવતી મહિલાની સિઝેરિયન ડિલિવરીના ઓપરેશન દરમિયાન વીડિયો ઉતાર્યો હતો. તેમણે ઓપરેશન ટેબલ પર રહેલા દર્દીના દૃશ્યો અને સર્જરીની સમગ્ર પ્રક્રિયા દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી દીધો હતો.

નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

સામાન્ય રીતે ઓપરેશન થિયેટરમાં દર્દી હોય કે ડૉક્ટર, કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ હોય છે. નિયમ મુજબ, દર્દીની લેખિત સંમતિ વિના કોઈ પણ તબીબી ફોટો કે વીડિયો ઉતારી શકાતો નથી કે તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકાતો નથી. આમ કરવું કાયદેસરનો ગુનો ગણાય છે.

આ ઉપરાંત, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના વર્ષ 2002 ના નિયમોમાં પણ તબીબી કામગીરીના પ્રચાર અંગે સ્પષ્ટ નૈતિક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, જે મુજબ દર્દીની ગોપનીયતા અને સલામતી જાળવવાની સંપૂર્ણ જવાબદારી ડૉક્ટરની હોય છે.

ઉઠ્યા અનેક સવાલો

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અનેક સવાલો ઊભા થયા છે. ડૉક્ટરે કોની મંજૂરીથી ઓપરેશન થિયેટરમાં વીડિયો ઉતાર્યો? વીડિયો ઉતારતા પહેલા દર્દીની લેખિત સંમતિ લેવામાં આવી હતી કે નહીં? દર્દીની ગોપનીયતા સાથે ચેડાં કરવા બદલ શું પગલાં લેવાશે?

હોસ્પિટલ તંત્રની કાર્યવાહી

ઓપરેશન ટેબલ પર દર્દીનો વીડિયો ઉતારીને વાયરલ કરનાર ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. વિવાદ વધતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે ડૉ. કિંજલ પરીખને નોટિસ ફટકારી છે. આ સાથે જ સુપરિન્ટેન્ડેન્ટે જવાબદાર ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી છે.

Breaking News : ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન, 34 ગેરકાયદે દબાણો દૂર કરાયા, જુઓ Video

Follow Us
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">