Breaking News : વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં આરોપીનો ભાગવાનો પ્રયાસ,પોલીસે કર્યું ફાયરિંગ, જુઓ Video
વલસાડના વાપીમાં જ્વેલર્સ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પંજાબથી ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. વાંચો સંપૂર્ણ ઘટના
વલસાડના વાપીમાં જ્વેલર્સ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પંજાબથી ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વાપીના જ્વેલર્સના માલિક પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ ઉપરાંત જ્વેલર્સના માલિકના ભાઈ પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસે પંજાબમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હુમલો દુબઈની જેલમાં બંધ હોવાનું કહેવાતા એક કથિત ગેંગસ્ટરના ઇશારે કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી.
મેડિકલ તપાસ માટે લઈ જતી વખતે હુમલાનો પ્રયાસ
પોલીસ ત્રણેય આરોપીઓને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે એક આરોપીએ અચાનક હાથકડી વડે ડ્રાઇવરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન SOG PI બી.ડી. પરમારને પણ હાથકડી વાગતાં ઇજા પહોંચી હતી.
હાથકડી વડે ડ્રાઇવરનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ
આરોપીએ પોલીસ કબજામાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Breaking News : ગિરનાર પરિક્રમામાં કપરા ચઢાણ અને ભારે ભીડથી યાત્રિકોની તબિયત લથડી, SDRF બની સહારો,જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
