ઓનલાઈન ઘરે બેઠા PUC સર્ટિકિટેક કેવી રીતે ડાઉનલોડ કરવું? જાણો ટ્રિક્સ
ઘણા વાહનચાલકોને PUC સર્ટિફિકેટ કઢાવવા અથવા તેની નકલ મેળવવા માટે વારંવાર કેન્દ્ર પર જવું પડે છે. જોકે, હવે વાહનનું PUC સર્ટિફિકેટ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે. પરિવહન મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જરૂરી વિગતો દાખલ કરીને ઘરે બેઠા જ સર્ટિફિકેટ મેળવી શકાય છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

વાહન ચલાવતી વખતે તેની સાથે જરૂરી દસ્તાવેજો રાખવા ખૂબ જ જરૂરી છે. તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), વીમા ઉપરાંત PUC સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે. PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વાહનમાંથી નીકળતા પ્રદૂષણના સ્તરની તપાસ કર્યા બાદ આપવામાં આવે છે. વાહનચાલકો માટે આ પ્રમાણપત્ર માન્ય હોવું જરૂરી છે.

ઘણા વાહનચાલકોને PUC સર્ટિફિકેટ કઢાવવા અથવા તેની નકલ મેળવવા માટે વારંવાર કેન્દ્ર પર જવું પડે છે. જોકે, હવે વાહનનું PUC સર્ટિફિકેટ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે. પરિવહન મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જરૂરી વિગતો દાખલ કરીને ઘરે બેઠા જ સર્ટિફિકેટ મેળવી શકાય છે.

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત : સૌપ્રથમ વાહનચાલકે પરિવહન વિભાગની સત્તાવાર PUC વેબસાઇટ ખોલવાની રહેશે. અહીં PUC Certificateનો વિકલ્પ જોવા મળશે. આ પેજ પર વાહનનું રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરની વિગતો દાખલ કરીને સર્ટિફિકેટ મેળવી શકાય છે.

ત્યારબાદ Registration Numberના બોક્સમાં તમારી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર કોઈપણ વધારાની સ્પેસ વગર દાખલ કરો. ત્યાર પછી Chassis Numberના બોક્સમાં વાહનના ચેસિસ નંબરના છેલ્લા 5 અક્ષર અથવા આંકડા લખવાના રહેશે. ચેસિસ નંબરની સંપૂર્ણ માહિતી તમારા વાહનના RC બુક અથવા RC કાર્ડમાં મળી રહેશે.

આ બંને વિગતો દાખલ કર્યા બાદ સ્ક્રીન પર દેખાતો CAPTCHA કોડ યોગ્ય રીતે ભરવાનો રહેશે. ત્યાર પછી PUC Detailsના વિકલ્પ પર ક્લિક કરો. જો વાહનનું PUC સર્ટિફિકેટ પોર્ટલ પર ઉપલબ્ધ હશે, તો તેની વિગતો સ્ક્રીન પર દેખાશે. તેમાં સર્ટિફિકેટની માન્યતા અને અન્ય સંબંધિત માહિતી પણ જોઈ શકાશે.

સર્ટિફિકેટ સ્ક્રીન પર ખુલ્યા બાદ તેને ડાઉનલોડ કરવા માટે Printના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર પછી પ્રિન્ટ સેટિંગમાં Save as PDF પસંદ કરીને ફાઇલ મોબાઇલ કે કમ્પ્યુટરમાં સેવ કરી શકો છો. જરૂરિયાત મુજબ તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આમ, વાહનચાલકો કોઈપણ જગ્યાએથી ઘરે બેઠા પોતાના PUC સર્ટિફિકેટની ડિજિટલ નકલ મેળવી શકે છે.

જોકે, અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ પ્રક્રિયા પોર્ટલ પર પહેલેથી જ ઉપલબ્ધ PUC સર્ટિફિકેટની વિગતો જોવા અને તેની નકલ ડાઉનલોડ કરવા માટે છે. જો તમારા વાહનનું PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોય, તો નવું સર્ટિફિકેટ મેળવવા માટે વાહનને અધિકૃત PUC ટેસ્ટિંગ સેન્ટર પર લઈ જઈને પ્રદૂષણની તપાસ કરાવવી પડશે. ઓનલાઈન પોર્ટલ પરથી સીધું નવું PUC સર્ટિફિકેટ બનાવી શકાતું નથી.

આ રીતે વાહનચાલકો પરિવહન વિભાગના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને પોતાના વાહનના PUC સર્ટિફિકેટની માન્યતા ચકાસી શકે છે અને ઉપલબ્ધ સર્ટિફિકેટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકે છે. વાહન ચલાવતા પહેલાં PUC સર્ટિફિકેટની માન્યતા તપાસી લેવી અને તેની નકલ પોતાની પાસે રાખવી હિતાવહ છે.
શિયાળામાં ધુમ્મસ દરમિયાન કાર ચલાવતા સમયે કઈ લાઈટનો ઉપયોગ કરવો જોઈએ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
