Health Tips : પેશાબ કરતી વખતે બળતરા થવી એ સામાન્ય છે કે કોઈ ગંભીર બીમારીની નિશાની છે? જાણો ડોક્ટર પાસેથી
પેશાબ કરતી વખતે બળતરા થવી કે ખંજવાળ આવવી એ એક સામાન્ય સમસ્યા છે જેનો અનુભવ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક થાય છે. જો કે, જો આવું વારંવાર થાય છે, તો તે કોઈ તબીબી સ્થિતિને કારણે હોઈ શકે છે. ચાલો જોઈએ કે પેશાબ કરતી વખતે બળતરા થવી એ સામાન્ય છે કે કોઈ ગંભીર બીમારીની નિશાની છે.

કેટલીક વખત પેશાબ કરતી વખતે બળતરા થાય છે. તો કેટલાક લોકોને સમજાતું નથી કે, આ કોઈ સામાન્ય પ્રોબ્લેમ છે કે,પછી ગંભીર બીમારીની નિશાની છે. આજે આપણે આ વિશે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીશુ.

પેશાબ કરતી વખતે બળતરા થવી સામાન્ય નથી. આને નજરઅંદાજ કરવી જોઈએ નહી. ખાસ કરીને ત્યારે જ્યારે આ સમસ્યા એકથી વધારે દિવસ સુધી રહે. કેટલીક વખત આ સમસ્યા બળતરા અથવા ડિહાઇડ્રેશનને કારણે થઈ શકે છે, પરંતુ તે ચેપ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે.

પેશાબમાં બળતરા થવાનું સામાન્ય કારણ યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન છે. આ ત્યારે થાય છે. જ્યારે બેક્ટીરિયા યુરિનરી ટ્રૈક્ટમાં પ્રવેશ કરી જાય છે અને ઈન્ફેક્શન થાય છે. મહિલાઓમાં શારીરિક સંબંધ બાંધ્યા પછી આ સમસ્યા થવી સામાન્ય છે. તેમજ યીસ્ટ ઈન્ફેક્શન જેવા યોની સંક્રમણ, જેમ કે યીસ્ટ ઇન્ફેક્શન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, હોર્મોનલ ફેરફારો, ખાસ કરીને મેનોપોઝ પછી, હાઈજીન પ્રોડક્ટના કારણે થતી બળતરા પર ધ્યાન આપવું જરુરી છે.

વાંરવાર યુરિન આવવું. અચાનક યુરિન જવાની ઈચ્છા થવી, પેટની નીચેના ભાગમાં દુખાવો થવો. પેશાબમાં દુર્ગંધ આવવી તેમજ યુટીઆઈના સંકેત હોય શકે છે.

જો પેશાબમાં બળતરાની સાથે તાવ, ઠંડો લાગવો, પીઠમાં દુખાવો, પેશાબમાં લોહી આવવું જેવા લક્ષણો પણ જોવા મળે છે. તે આ ઈન્ફેક્શનમાં કિડની સુધી ફેલાવવાનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં તરત ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

મહિલાઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના દવા કે એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ. ઈન્ફેક્શનનું કારણ ઓળખવા અને યોગ્ય સારવાર નક્કી કરવા માટે ડૉક્ટરો નિયમિત યુરિન ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

મહિલાઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના દવા કે એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ. ઈન્ફેક્શનનું કારણ ઓળખવા અને યોગ્ય સારવાર નક્કી કરવા માટે ડૉક્ટરો નિયમિત યુરિન ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
