SIM એક્ટિવ રાખવાના BSNLના 3 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ, કોલિંગ અને SMS બન્ને સુવિધા મળશે
BSNL એ એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ એક 'સ્પેશિયલ ટેરિફ વાઉચર' (STV) છે, જેમાં વોઈસ કોલિંગ અને SMSની સુવિધા મળે છે; તેમાં મોબાઈલ ડેટાનો સમાવેશ થતો નથી. BSNL એ 'ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (TRAI) ના નિર્દેશ બાદ આ પ્લાન લોન્ચ કર્યો છે.

સરકારી ટેલિકોમ કંપની BSNL એ એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ એક 'સ્પેશિયલ ટેરિફ વાઉચર' (STV) છે, જેમાં વોઈસ કોલિંગ અને SMSની સુવિધા મળે છે; તેમાં મોબાઈલ ડેટાનો સમાવેશ થતો નથી. BSNL એ 'ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (TRAI) ના નિર્દેશ બાદ આ પ્લાન લોન્ચ કર્યો છે.

TRAI એ ફરજિયાત કર્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ એવા રિચાર્જ પ્લાન પણ આપવા જોઈએ જેમાં ડેટાની સુવિધા ન હોય. BSNL નો આ નવો પ્લાન એરટેલ (Airtel) અને જિયો (Jio) જેવી અન્ય ટેલિકોમ કંપનીઓના ડેટા-રહિત પ્લાન કરતાં સસ્તો છે. માત્ર વોઈસ કોલિંગ અને SMS માટેના આ નવા પ્લાન ₹172 થી શરૂ થાય છે.

BSNLનો ₹172નો વૉઇસ અને ડેટા ઓનલી પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળે છે.

આ ઉપરાંત, દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી બચવા માગતા અને કૉલિંગ માટે સસ્તો પ્લાન શોધતા ગ્રાહકો માટે આ એક વિકલ્પ બની શકે છે.

BSNLનો ₹184નો વૉઇસ અને ડેટા ઓનલી પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળે છે. સાથે જ દરરોજ 100 SMS પણ મફતમાં આપવામાં આવે છે. ઓછા ખર્ચે લાંબી વેલિડિટી અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા મેળવવા માગતા ગ્રાહકો માટે આ પ્લાન સારો વિકલ્પ બની શકે છે.

BSNLનો ₹190નો વૉઇસ અને ડેટા ઓનલી પ્લાન 1 કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળે છે.

સાથે જ દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. જેઓને ડેટાની જરૂરિયાત ઓછી છે અને માત્ર કૉલિંગ માટે રિચાર્જ કરાવવું છે, તેમના માટે આ પ્લાન ઉપયોગી સાબિત થઈ શકે છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
