શું તમારી કાર કે બાઇક PUC ટેસ્ટમાં નિષ્ફળ ગઈ? શું ખોટું થઈ રહ્યું છે અને સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું તે જાણો
શું તમારી કાર કે બાઇક PUC ટેસ્ટમાં ફેલ ગઈ છે? આ ખામીયુક્ત એન્જિન, ગંદા એર ફિલ્ટર અથવા ભેળસેળયુક્ત ઇંધણને કારણે હોઈ શકે છે. વાહન પ્રદૂષણ ઘટાડવા અને ફરીથી ટેસ્ટ પાસ કરવા માટે તમે જે જરૂરી પગલાં લઈ શકો છો તે જાણો.

જો તમારી પાસે કાર અથવા બાઈક છે. તો તેનું PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ હોવું જરુરી છે. આ સર્ટિફિકેટ બતાવે છે કે, તમારી ગાડીમાંથી નીકળતો ધુમાડો ભલે તે સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં હોય.

મોટર વાહન અધિનિયમ હેઠળ, માન્ય PUC પ્રમાણપત્ર વિના વાહન ચલાવવાથી ભારે દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અથવા વાહન જપ્ત કરવામાં આવી શકે છે.

કેટલીક વખત જૂનું એન્જિન, સમય પર સર્વિસ ન કરાવવાથી ખરાબ ક્વોલિટીનું પેટ્રોલ-ડીઝલ ભરવાથી પીયુસી ટેસ્ટમાં ફેલ થઈ શકે છે. આનો મતલબ એ થયો કે, ગાડી જરુરતથી વધારે હાનિકારક ગેસ છોડી રહી છે. જો ગાડી પણ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. તો પરેશશાન થવાનું જરુર નથી. આ વાતો પર ધ્યાન આપજો.

જો તમારી ગાડી પોલ્યુશન ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. તો સૌથી પહેલા તેના રિપોર્ટ ધ્યાનથી વાંચો. તેમાં કહેવામાં આવે છે કે, ગાડીમાંથી નીકળતો ક્યો ગેસ કઈ મર્યાદા નક્કી કરે છે. જેમાં કાર્બન મોનોઓક્સાઈડ અને હાઈડ્રોકાર્બન જેવી ગેસ સામેલ થઈ શકે છે. આ રિપોર્ટ તમારા મેકનિકને દેખાડો. જેનાથી યોગ્ય કારણ જાણી શકો.

જો તમારી ગાડી કે બાઈકની સર્વિસ લાંબા સમયસુધી થઈ નથી. તો સારા સર્વિસ સેન્ટર પર લઈ જાવ. મેકનિક એન્જિન ઓયલ અને ઓયલ ફિલ્ટરની તપાસ કરશે. જરુર પડે તો બદલશે. ખરાબ ઓઈલ એન્જિનના કામ પર અસર કરી શકે છે. આ માટે સમય પર સર્વિસ જરુર કરાવો.

ગાડીનું એર ફિલ્ટર ખરાબ થવા પર એન્જિન સુધી યોગ્ય માત્રામાં હવા પહોંચતી નથી. જો તમારી પાસે પેટ્રોલથી ચાલતી કાર કે બાઇક છે, તો સ્પાર્ક પ્લગ પણ તપાસો. ખામીયુક્ત સ્પાર્ક પ્લગ ખરાબ હોય તો પ્રદૂષણ વધારી શકે છે.

બગડેલું અથવા ભેળસેળવાળું પેટ્રોલ અને ડીઝલ પણ વાહન પીયુસી ટેસ્ટમાં નિષ્ફળ થવાનું કારણ બની શકે છે. તેથી, હંમેશા ભરોસાપાત્ર પેટ્રોલ પંપ પરથી જ પેટ્રોલ ભરો. વાહનમાં જરૂરી કામ કરાવ્યા પછી, તેને થોડા કિલોમીટર સુધી ચલાવો જેથી એન્જિન સામાન્ય તાપમાન સુધી ગરમ થાય. આ પછી ફરીથી PUC ટેસ્ટ કરાવો. જો વાહનમાંથી નીકળતું પ્રદૂષણ નિર્ધારિત મર્યાદામાં હોય તો તમને PUC પ્રમાણપત્ર મળશે.(ALL Photo: AI / Canva)
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ટુ-વ્હીલર્સનું પ્રભુત્વ છે, અહી ક્લિક કરો
