Vastu Tips: શું તમે પણ બેડ પર બેસીને કરો છો ઓફિસનું કામ? કરિયરની પ્રગતિમાં આવી શકે છે અડચણ!
કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી રહ્યું છે. જેમાં ઘણા લોક ઓફિસ જવાને બદલે ઘરે બેસીને લેપટોપ પર કામ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. જો કે કેટલાક લોકો આરામના ચક્કરમાં બેડ પર બેસીને જ કલાકો સુધી કામ કરે છે. તો આજે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત યોગ્ય છે કે નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરુમની જગ્યાને આરામ અને ઊંઘ માટે હોય છે, જ્યારે ઓફિસનું કામ કરવા માટે અલગ જગ્યા હોવી જરુરી છે. વાસ્તુશાસ્ત્રની માન્યતા અનુસાર બેડ પર બેસીને સતત કામ કરવાથી આરામ અને કામ વચ્ચેનું સંતુલન ખોરવાઈ શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી બેડને બદલે ડેસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરેથી કામ કરતા હોવ ત્યારે ઘરમાં એક અલગ વર્કસ્પેસ બનાવી ખૂબ જ જરુરી છે. તેમાં ટેબલ, આરામદાયક ખુરશી અને લેપટોપ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યવસ્થિત વર્કસ્પેસથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને દૈનિક રૂટિન જાળવવામાં પણ મદદ મળી શકે છે.

જો ઘરમાં અલગ ઓફિસ રૂમ બનાવવાની જગ્યા ન હોય અને બેડરૂમમાં જ કામ કરવું પડતું હોય તો બેડ અને વર્કિંગ ડેસ્ક વચ્ચે પડદો લગાવી શકો છો. વાસ્તુ માન્યતા અનુસાર આ રીતે આરામ અને કામ કરવાની જગ્યાને અલગ રાખી શકાય છે. તેનાથી રૂમમાં પણ વ્યવસ્થિત વાતાવરણ જળવાઈ રહે છે અને કામ કરતી વખતે બેડ તરફ ધ્યાન ઓછું જાય છે.

વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ને બામ્બૂ પ્લાન્ટને શુભ માનવામાં આવે છે. ઘરેથી કામ કરતા લોકો પોતાના વર્કિંગ ડેસ્ક પર નાનો છોડ રાખી શકે છે. તેનાથી કાર્યસ્થળ સુંદર અને તાજગીભર્યું દેખાય છે. જોકે, છોડ રાખવાથી કરિયરમાં સફળતા કે આર્થિક પ્રગતિ નિશ્ચિત થાય છે તેવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.

ઘરના મધ્યભાગને બ્રહ્મસ્થાન હેવામાં આવે છે. વાસ્તુ માન્યતા અનુસાર આ ખુલ્લી અને સ્વચ્છ જગ્યા રાખવી જોઈએ. અહીં બેસીને ઓફિસનું કામ ન કરવું જોઈએ. જો કે આ પરંપરાગત વાસ્તુ અનુસાર કામ કરવાની જગ્યા પસંદ કરતી વખતે પ્રકાશ, હવા અને આરામદાયક બેઠક જેવી બાબતોને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

વર્ક ફ્રોમ હોમ કરતી વખતે ડેસ્ક અને આસપાસની જગ્યાને હંમેશાં સ્વચ્છ રાખો. ટેબલ પર બિનજરૂરી વસ્તુઓનો ઢગલો ન કરો અને જરૂરી સામગ્રી વ્યવસ્થિત ગોઠવો. વાસ્તુ માન્યતા અનુસાર કાર્યસ્થળમાં ધૂપ કે કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે આગની સલામતીનું ધ્યાન રાખવું. સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યા કામમાં એકાગ્રતા જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી વાસ્તુ ટિપ્સ પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે, તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.
આ પણ વાંચો : Ravi Pradosh Vrat 2026: રવિ પ્રદોષ પર શિવજીની વિશેષ કૃપા મેળવવી છે? તો આજે અચૂક કરો આ કામ
