ક્રિકેટર અર્શદીપ સાથે સગાઈ કરનારી અભિનેત્રી સમરીન કૌરનો પરિવાર જુઓ
પંજાબી અભિનેત્રી સમરીન કૌરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સાથેના કેટલાક ફોટા શેર કર્યા, જેમાં ક્રિકેટર સાથેની તેની સગાઈની જાહેરાત કરવામાં આવી. સમરીન કૌરનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માત્ર તેની બોલિંગ માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે સગાઈ કરી લીધી છે.

સમરીન કૌર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઉભરતી અભિનેત્રી છે. તે ધીમે ધીમે પોતાને સ્થાપિત કરી રહી છે. તેમણે અનેક પંજાબી મ્યુઝિક વિડીયો અને ફિલ્મ પ્રોજેક્ટ્સમાં અભિનય કર્યો છે, ખાસ કરીને યુવા ચાહકોમાં લોકપ્રિય બની છે.

સમરીન કૌરનો પરિવાર જુઓ

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે, જ્યાં તે તેના વ્યાવસાયિક અને પર્સનલ લાઈફની ઝલક તેના ચાહકો સાથે શેર કરે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2026 સુધીમાં તેમની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા છે.

સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે હિન્દી અને પંજાબી ફિલ્મો તેમજ મ્યુઝિક વીડિયોમાં કામ કરવા માટે જાણીતી છે.

તે મુખ્યત્વે 'સરદાર જી 2' , 'નેલ પોલીશ' અને '83' જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકાઓ માટે જાણીતી છે. આ ઉપરાંત, તે બાદશાહ, ગુરુ રંધાવા અને મનિન્દર બુટ્ટર જેવા કલાકારોના અનેક લોકપ્રિય મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

સમરીનનો જન્મ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાં થયો છે.તેની માતા સરકારી કોલેજમાં પ્રાધ્યાપક છે અને તેના પિતા શૈક્ષણિક સામગ્રીના ક્ષેત્રમાં વ્યવસાય કરે છે. તેને રાજવીર નામનો એક નાનો ભાઈ છે.

સમરીન કૌરે પુણેની સિમ્બાયોસિસ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સમાંથી બેચલર ઓફ કોમર્સની પદવી મેળવી છે. શરૂઆતમાં, મોડેલિંગ અને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવતા પહેલા, તેણે તેના પિતાના વ્યવસાયમાં જોડાવાનું આયોજન કર્યું હતું.

17 વર્ષની વયે, જ્યારે તે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, ત્યારે તેને અભિનય માટેની પ્રથમ ઓફર મળી હતી,પરંતુ તે સમયે તેની નાની ઉંમર હોવાને કારણે તેના પિતાએ તે ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

સમરીન કૌરે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી, જેમાં તેમણે રેમ્પ વોક અને ટીવી જાહેરાતોમાં ભાગ લીધો હતો.

વર્ષ 2018માં, તેમણે 'ફેમિના મિસ ઈન્ડિયા' સૌંદર્ય સ્પર્ધા માટે ઓડિશન આપ્યું હતું અને જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરતા રાજ્ય ફાઈનાલિસ્ટ તરીકે પસંદગી થઈ હતી.

સમરીન કૌરે પંજાબી ભાષાની ફિલ્મ 'સરદાર જી 2' દ્વારા ફિલ્મી દુનિયામાં ડેબ્યું કર્યું.

તેમણે હિન્દી ફિલ્મ '83' (2021)માં પણ અભિનય કર્યો હતો. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન કબીર ખાને કર્યું છે અને તેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
