Rathyatra 2023 : જાણો ઓડિશાના પુરી શહેરના શ્રી જગન્નાથ મંદિરના રોચક તથ્યો

ઓડિશાના પુરી શહેરમાં આવેલુ ભગવાન શ્રી જગન્નાથજીનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રાચીન સપ્તપુરીઓમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. જેમને ભગવાન જગન્નાથજીના નામથી ઓળખવામાં આવે છે. આજે શ્રી જગન્નાથજી મંદિરની રસપ્રદ વાતો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:54 PM
પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે ધજા : સામાન્ય રીતે દિવસ દરમિયાન હવા સમુદ્રમાંથી પૃથ્વી તરફ અને સાંજે પૃથ્વીથી સમુદ્ર તરફ જાય છે. પરંતુ ભગવાના જગન્નાથ મંદિરની ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. જે દિશામાં પવન ફૂંકાય છે તેની વિરુદ્ધ દિશામાં ધજા લહેરાય છે.

1 / 5
રસોડાના રહસ્યો : કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું રસોડું છે. રસોડાનું રહસ્ય એ છે કે અહીં ભગવાનનો પ્રસાદ રાંધવા માટે સાત વાસણો એક બીજા ઉપર રાખવામાં આવે છે. આ વાસણો માટીના બનેલા હોય છે. મંદિરનો પ્રસાદ ચૂલા રાંધવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન ઉપર મુકેલા વાસણની વાનગી પહેલા રંધાય છે અને પછી નીચેની બાજુથી એક પછી એક પ્રસાદ રાંધવામાં આવે છે. ભલે લાખો ભક્તો આવે પણ પ્રસાદ ક્યારેય ઓછો પડતો નથી અને વ્યર્થ પણ થતો નથી. મંદિર બંધ થતાની સાથે જ પ્રસાદ પણ સમાપ્ત થઈ જાય છે.

2 / 5
12 વર્ષમાં મૂર્તિઓ બદલવામાં આવે છે : જગન્નાથના મંદિરમાં દર 12 વર્ષે ભગવાન જગન્નાથજી, બલદેવ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બદલવામાં આવે છે. અને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની  પ્રક્રિયા સાથે સંબંધિત એક રસપ્રદ વાત જોડાયેલી છે. આ દરમિયાન મંદિરની આજુબાજુ સંપૂર્ણ અંધારું કરવામાં આવે છે. તેમજ શહેરમાં વીજળીનો પણ કાપ મુકવામાં આવે છે. આ ઉપરાંત મંદિરની બહાર CRPF સુરક્ષા રાખવામાં આવે છે. ત્યાર બાદ જ મંદિરની અંદર માત્ર મૂર્તિ બદલનાર પૂજારીને જ પ્રવેશ આપવામાં આવે છે.

3 / 5
મંદિરનો પડછાયો જોઈ શકતો નથી : જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે. કોઈપણ વસ્તુ કે મનુષ્ય, પ્રાણી કે પક્ષીનો પડછાયો બનવું એ વિજ્ઞાનનો નિયમ છે. પરંતુ વિશ્વના રક્ષક ભગવાન જગન્નાથના મંદિરનો ઉપરનો ભાગ વિજ્ઞાનના આ નિયમને પડકારે છે. અહીં મંદિરના શિખરનો પડછાયો હંમેશા અદ્રશ્ય રહે છે.

4 / 5
મંદિરના ગુમટ પર પક્ષી નથી બેસતા : સામાન્ય રીતે મંદિર, મસ્જિદ કે મોટી ઇમારતો પર પક્ષીઓ બેઠેલા જોવા મળશે. પરંતુ પુરી મંદિરની ઉપરથી ન તો પક્ષીઓ બેસે છે. ન તો વિમાન ઉડે છે.  (અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">