ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત, રેલવે પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video
રાજ્યમાં અનેક વાર અકસ્માતની ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે. પરંતુ કચ્છમાં ટ્રેનની અડફેટે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં અનેક વાર અકસ્માતની ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે. પરંતુ કચ્છમાં ટ્રેનની અડફેટે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કચ્છના અંજારના ભીમાસર પાસે ક્ચ્છ એક્સપ્રેસની અડફેટે એક મહિના અને તેના 2 પુત્રના મોત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં સર્જાયો હતો અકસ્માત
બીજી તરફ રાજકોટના કેવડા કોલાની વિસ્તારમાં પણ અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતા બે થી ત્રણ લોકોને હડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો 2 દિવસ અગાઉ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતા. જેમાં બે કાર વચ્ચે ટક્કર બાદ એક કાર પાંચ ફૂટ ઊંચી રેલિંગ તોડીને રસ્તા પર પલટી ગઈ હતી. કારમાં સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.
Latest Videos