AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે વલસાડના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં જોડાયા હતા.

| Updated on: Jan 04, 2025 | 11:30 AM
Share
વલસાડના ધરમપુરમાં આવેલો શ્રીમદ રાજચંદ્ર આશ્રમએ શ્રીમદ્ રાજચંદ્ર મિશનનું મુખ્ય મથક છે. અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીનાલયમાં ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરૂદેવ રાકેશજી સાથે વિરાટ પ્રતિમાના અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો હતો.

1 / 5
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ હાજર રહ્યાં હતા.

2 / 5
આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો  મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે.

3 / 5
આ સાથે જ અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’ આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે.

4 / 5
ગુરૂદેવ રાકેશજીએ આ પ્રસંગે અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.”

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">