વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઈનલ રમાશે. આ મેચ માટે 2 ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ મેચ બાદ ફાઈનલની 2 ટીમો નક્કી થઈ ગઈ છે. આ ટીમ બીજી કોઈ નહિ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે.
1 / 5
આ બંન્ને ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ પહેલી હશે જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારથી ભારે પડી છે. તો ચાલો જાણીએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આ ફાઈનલ મેચ કયારે અને ક્યાં રમાશે. ચાલો જાણીએ.
2 / 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે 9 ટીમો વચ્ચે અનેક સીરિઝ રમાઈ હતી. ત્યારબાદ ટોપ પર રહેલી 2 ટીમે ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સાઉથ આફ્રિકાની ટીમે પહેલા જ ફાઈનલમાં સ્થાન બનાવી લીધું હતુ. હવે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત વિરુદ્ધ રમાયેલી સિડની ટેસ્ટમાં 6 વિકેટથી જીતી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.
3 / 5
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 11 જૂનના રોજ લંડનના લોર્ડસમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમે સતત બીજી વખત ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.
4 / 5
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2021 અને 2023માં ફાઈનલ રમી હતી. આ પહેલી વખત હશે જ્યારે ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલ રમશે નહિ.
5 / 5
ઑસ્ટ્રેલિયા ODI ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ ટીમમાંની એક છે, જેણે તેની 60 ટકાથી વધુ મેચ જીતી છે, આ ટીમ આઠવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે અને છ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો