અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં નાઈટ ફ્લાવર પાર્કનું નવલુ નજરાણુ જોયુ કે નહીં! તસવીરો જોશો તો વાહ બોલ્યા વિના નહીં રહો- Photo
અમદાવાદના ફ્લાવર શોમાં આ વખતે ખાસ નાઈટ ફ્લાવર પાર્ક તૈયાર કરાયો છે. લાઈટીંગની થીમ પર આખો પાર્ક ડિઝાઈન કરાયો છે. પાર્કમાં ડાન્સીંગ ફ્લોર, લાઈટ ટનલ જેવા પ્રકલ્પો મુકવામાં આવ્યા છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.


અમદાવાદ શહરની ઓળખ સમા ફ્લાવર શો નો શુભારંભ થઈ ગયો છે. "અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો - 2025" વિવિધ 6 ઝોનમાં વહેંચાયેલો છે.(1) દેશની વૃદ્ધિ અને વિકાસ (2) સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી (3) સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ (4) સંસ્કૃતિ અને વારસો (5) ફ્લાવર વેલી (6) ભારતના ભવિષ્ય તરફનો માર્ગ. એવા 6 ઝોનમાં ફ્લાવર શો વહેંચવામાં આવ્યો છે.

અમદાવાદમાં આ વખતે જંગલની થીમ પર ખાસ નાઈટ ફ્લાવર પાર્ક તૈયાર કરાયો છે. જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ નાઈટ ફ્લાવર પાર્કમાં 40 થી વધુ પ્રાણીઓ અને કાર્ટૂનના કેરીકેચર મુકવામાં આવ્યા છે. જે બાળકોનું મન મોહી રહ્યા છે. તો લાઈટ ટનલ જેવા પ્રકલ્પો અને લાઈટીંગની થીમ પર આખો પાર્ક ડિઝાઈન કરાયો છે.

નાઈટ ફ્લાવર પાર્કમાં અલગ અલગ 6 ઝોન તૈયાર કરાયા છે. જેમા ઝોન 1માં દેશની સમૃદ્ધિ અને વિકાસ, ઝોન 2માં સર્વ વિભિન્ન પ્રદર્શન, ઝોન 3માં સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ જેમા ક્લાઈમેટ ચેન્જ, વૈશ્વિક સમસ્યાના નિવારણ, ઝોન 4માં ભારતીય સંસ્કૃતિ અને વારસો, ભારતના યોગદાની વિશિષ્ટ ઝાંખીઓ, ઝોન 5માં ફ્લાવર વેલી, ભારતની પ્રાકૃતિક સુંદરતાનું પ્રદર્શન, ઝોન 6માં ભવિષ્યનો માર્ગ,ભારત તૈયાર છે એવી આશાઓ જગાવતું પ્રદર્શન રખાયુ છે.

ઝોન 2.માં ભારતની વિવિધતામાં એકતાના ભાવને અને સસ્ટેનીબબીલિટીને પ્રદર્શિત કરતા સુંદર આકર્ષણો મૂકવામાં આવ્યા છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, એશિયાટિક સિંહ જેવા ફ્લાવર્સ સ્કલ્પ્ચર શહેરીજનોમાં લોકપ્રિય બન્યા છે.

ઝોન 3.માં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓના નિવારણમાં ભારત સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે. તેની ઝાંખી આ પ્રદર્શનમાં દેખાડવામાં આવી છે. જેમાં બટરફ્લાય, સિગલ, ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.

ઝોન 4.માં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રદર્શન કરતા ફ્લાવર્સ સ્કલ્પચર રાખવામાં આવ્યા છે. જેમાં બૃહદિશ્વર મંદિર, નંદી, માન સ્તંભ, ગુજરાત ના ગરબા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે

ઝોન 5.માં હોર્નીબલ અને ફ્લાવર વેલી જેવા સ્કલ્પચર ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શિત કરે છે.

ઝોન 6માં ભવિષ્યના માર્ગની થીમ રાખવામાં આવી છે. જેમા ભારત તૈયાર છે તેવી આશા જગાવતા કેરીકેચર મુકાયા છે. જેમા ઓલિમ્પિક 2036ને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

































































