Winter Special Food : હેલ્ધી અને ટેસ્ટી બાજરીની ઈડલી ઘરે બનાવવાની સરળ રીત, જુઓ તસવીરો

શિયાળામાં મોટાભાગના લોકો હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. જેમાં સૌથી વધારે લોકો બાજરીમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરતા હોય છે. બાજરીમાંથી પણ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. તો આજે આપણે જાણીશું કે બાજરીના લોટની ઈડલી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Jan 05, 2025 | 9:55 AM
તમે બાજરીની ઈડલી સવારે નાસ્તામાં અથવા રાત્રિ ભોજનમાં પણ બનાવી શકો છો. આ ઈડલી હેલ્ધીની સાથે સ્વાદિષ્ટ પણ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે.

1 / 6
બાજરીની ઈડલી બનાવવા માટે સૌથી પહેલા બાજરીનો લોટ,સોજી, અડદની દાળ, ચોખાનો લોટ, લીલા મરચાં, દહીં અથવા છાશ, ખાવાના સોડા, જો તમારે વધારે હેલ્ધી બનાવવી હોય તો તમે શાકભાજી પણ ઉમેરી શકો છો.

2 / 6
ઈડલી બનાવવા સૌથી પહેલા અડદની દાળને પીસી તેને લોટ તૈયાર કરો. ત્યારબાદ એક વાસણમાં બાજરીનો લોટ, સોજી, અડદનો લોટ, ચોખાનો લોટને ઉમેરો. ત્યારબાદ તેમાં દહીં અથવા છાશને ધીમે ધીમે ઉમેરો અને ધ્યાન રાખો કે બેટર વધારે પાતળુ કે ઘટ્ટ ન થાય.

3 / 6
હવે બેટરને 2 કલાક સુધી ફરમેન્ટ થવા મુકો. 2 કલાક પછી બેટરમાં મીઠું, એક ચમચી તેલ, આદું મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીલા શાકભાજી પણ ઉમેરી શકો છો. ખાવાના સોડા નાખી ઉપરથી થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

4 / 6
ઈડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લો. આ સાથે જ ઈજલીના કુકરમાં પાણી ઉમેરી 10 થી 15 મિનીટ પ્રી હિટ કરો. ત્યારબાદ ઈડલીને સ્ટીમ થવા મુકી 15 મિનીટ થવા દો.

5 / 6
થોડી વાર પછી ઢાંકણને હટાવીને છરીની મદદથી ઈડલીને તપાસો અને બફાઈ જાય પછી તેને પર પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તમે આ ઈડલીને સાંભાર અથવા ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">