વડોદરામાં શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો, શહેર મહામંત્રી, વર્તમાન પ્રમુખ સહિત 44 ભાજપીઓએ નોંધાવી ઉમેદવારી

વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વર્તમાન પ્રમુખ, પૂર્વ મેયરો અને શહેર મહામંત્રી સહિત અનેકે દાવેદારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન કાર્યાલયમાં વિવાદ પણ સર્જાયો હતો. પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા હતા, પરંતુ ચૂંટણી અધિકારીએ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું છે.

Follow Us:
Anjali oza
| Edited By: | Updated on: Jan 04, 2025 | 7:28 PM

વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં પણ જોવા મળી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સપ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે, મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.

પૂર્વ કોર્પોરેટર વચ્ચે થયા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

પૂર્વ કોર્પોરેટર અને પ્રમુખપદ માટે દાવેદારી કરનાર ગોપી તલાટીએ કહ્યું હતું કે હું કોઈપણ કાર્યકર્તા અંગે બોલ્યો નથી. આક્ષેપો પાયાવિહોણા છે. તેમને એમ લાગતું હશે કે મારી અધ્યક્ષપદ માટેની દાવેદારી વર્તમાન અધ્યક્ષ સાથે કોમ્પિટ થઈ રહી છે એટલે ગંદા આક્ષેપો કરી રહ્યા છે. આ આક્ષેપો કોણ કરાવી રહ્યું છે એ સૌકોઈ જાણે છે અને સુનિતાબેનને પણ ખબર છે. મેં પાર્ટીની પ્રક્રિયા મુજબ મારી ઉમેદવારી નોંધાવી છે. દરેકને આક્ષેપ કરવાનો અધિકાર છે કરી શકે. વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે વર્તમાન પ્રમુખ વિજય શાહે દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, પૂર્વ મેયર જિગીષાબેન શેઠ અને પૂર્વ મેયર સુનીલ સોલંકી પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યાં હતાં.

ચૂંટણી અધિકારીએ વિવાદ અંગે કોઈ ફરિયાદ ન મળી હોવાનું કહ્યુ

વડોદરા શહેર ભાજપ-પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે બહાર વિખવાદ થયો એ તમને ખબર હશે, અમને અંદર કંઈ ખબર નથી. કોઈએ ફરિયાદ કરી નથી. કોને શિસ્તભંગ કર્યો છે એ તમે બહાર હતા તો તમને ખ્યાલ આવે. અમને ફરિયાદ મળશે તો એ અંગે વિચારીશું. પ્રદેશમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવશે.

અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

શહેર પ્રમુખ માટે કોણ રેસમાં?

વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન પ્રમુખ ડૉ. વિજય શાહ ડૉ. જીગર ઇનામદાર, શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, ડૉ. હિતેન્દ્ર પટેલ પૂર્વ મેયર ભરત શાહ પૂર્વ મેયર સુનિલ સોલંકી, ધર્મેશ પંચાલ સહિત 44ભાજપીઓ એ શહેર પ્રમુખ પદ પર દાવેદારી નોંધાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">