Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત

પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવ બે મહિના પહેલા સમુદ્રમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થયા પછી આવ્યો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Breaking News : પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jan 05, 2025 | 1:58 PM

ગુજરાતના પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી સામે આવી છે. પોરબંદર એરપોર્ટ પર લેન્ડિંગ સમયે કોસ્ટગાર્ડનું એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં સવાર 2 પાઇલટ સહિત 3ના મોત થયા છે. તો અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.

હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી

કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે છે. સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી છે. બે મહિના પહેલા પણ પોરબંદરમાં જ માધવપુર પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવતા ચકચાક મચી છે.

બપોરે સાડા બાર કલાકે હેલિકોપ્ટર ક્રેશ થયુ

પોર્ટબ્લેન્ડર નેશનલ હાઈવે ઉપર કોસ્ટગાર્ડનું એરપોર્ટ આવેલું છે અને આજે લગભગ 12:30 ના અરસામાં અચાનક જ પ્લેન હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ અને લગભગ ત્રણથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હોવાની માહિતી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે.

બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
Astro Tips: મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો
Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર

એસપી સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચ્યો

આ હેલિકોપ્ટર ક્રેશ થતા જ ત્યાં સળગી ગયું છે. અત્યારે રેસ્ક્યુ અને બચાવની કામગીરી ચાલુ છે. તમામ એજન્સીઓ પોલીસની અને એસઓજી સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર આવી ગઈ છે અને અંદર સંપૂર્ણપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. એસપી સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો છે.

એરપોર્ટ ક્યાં આ હેલિકોપ્ટર ક્યાંથી જતું હતું કે ક્યાં આવતું હતું એ હજુ સંપૂર્ણ જાણકારી નથી મળી. પરંતુ આ હેલિકોપ્ટર છે લેન્ડ  થતાં સમયે જ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર

પ્રાથમિક ધોરણે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હોય તેના કારણે જ ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. હવે બ્લેક બોક્સની તપાસ કર્યા બાદ અને એફએસએલની ટીમ તપાસ બાદ સંપૂર્ણ માહિતી બહાર આવી શકે તેમ છે. અત્યારે એરપોર્ટની અંદર તમામ એજન્સીઓ જઈ અને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આવી ગઈ છે. ફાયર ફાઇટરથી આગને કંટ્રોલ કરવાની તૈયારી ચાલી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">