રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોની લાગી હોડ, પૂર્વ મેયર સહિત અનેક ઉમેદવારો મેદાને, રૂપાણી જૂથ પણ થયુ સક્રિય

રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારીનો માહોલ ગરમાયો છે. 30થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પૂર્વ મેયરો અને વિજય રૂપાણી જૂથના નેતાઓનો સમાવેશ થાય છે. મુકેશ દોશીના રિપીટ થવાની શક્યતા છે, પરંતુ યુવા ચહેરાઓ પણ મજબૂત દાવેદાર છે. જો કે નિરીક્ષકોની સેન્સ બાદ પ્રદેશ ભાજપ અંતિમ નિર્ણય પર મોહર મારશે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 04, 2025 | 4:13 PM

રાજકોટ શહેર ભાજપની નિમણૂક માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.રાજકોટ શહેર પ્રમુખ સંગઠન ચૂંટણી પ્રક્રિયા માટે 30થી વધારે ઉમેદવારોનો રાફડો ફાંટ્યો હતો.રાજકોટના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી અને ચાર પૂર્વ મેયર સહિત ભાજપના અનેક દિગ્ગજોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. રાજકોટ શહેર ભાજપના સિનીયર આગેવાન કશ્યપ શુક્લએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ શહેર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન છે ત્યારે તેની નજીકના અનેક નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પ્રદેશ ભાજપ દ્રારા ચૂંટણી નિરીક્ષક તરીકે માયાબેન કોડનાની ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓની સેન્સ લીધી હતી. કાર્યકર્તાઓના ફોર્મ અને સંકલન સમિતી સાથે સંકલન બાદ આ યાદી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે અને પ્રદેશ ભાજપ દ્રારા પ્રમુખના નામને લઇને આખરી નિર્ણય લેવામાં આવશે.

રૂપાણી જુથ સક્રિય ?

રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જુથના નેતાઓ સક્રિય જોવા મળી રહ્યા છે.જે યાદી સામે આવી છે તેમાં પૂર્વ મેયર બીના આચાર્ય

ડૉ.જૈમન ઉપાધ્યાય, ડૉ. પ્રદિપ ડવ, રક્ષાબેન બોળિયા,દિનેશ કારિયા, ધર્મેન્દ્ર મિરાણી,નિતીન ભૂત, દિવ્યરાજસિંહ ગોહિલ અને જે ડી ડાંગર સહિતના નેતાઓ રૂપાણી સાથે નીકટનો નાતો ધરાવે છે. મહત્વનું છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ પરથી દૂર થયાં બાદ રૂપાણી જુથના નેતાઓ સાઇડલાઇન થયા હતા. જો કે વિજય રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે એક પછી એક મોટી જવાબદારીઓ મળી રહી છે ત્યારે રૂપાણી જુથ પણ સક્રિય રીતે ફોર્મ ભરતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રૂપાણી જુથ ઉપરાંત અનેક આગેવાનો છે જેઓ ચૂંટણીના મેદાને ઉતર્યા છે.  જેમાં ભાજપના સિનીયર આગેવાન કશ્યપ શુક્લ, વજુભાઇ વાળાના પીએ તેજસ ભટ્ટી રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડિયા, મહામંત્રી અશ્વિન મોલીયાએ ઉમેદવારી નોંધાવી છે. ખોડલધામ અને ઉમિયાધામ વચ્ચે વિવાદના મુળમાં રહેલા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ પણ ફોર્મ ભર્યું છે.

ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
કયા દેશને પતંગોનું ઘર કહેવામાં આવે છે?

રાજકોટ ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારોના રાફડાને સંગઠન ચૂંટણી અધિકારીએ કાર્યકર્તાઓનો ઉત્સાહ બતાવ્યો હતો. ઉદય કાનગડે કહ્યું હતું કે ભાજપમાં સંગઠન પર્વનું મહત્વ છે અને એટલા માટે દરેક કાર્યકર્તા પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. મંડલ પ્રમુખોની ચૂંટણી સમયે પણ આ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળ્યો હતો અમે આ હરિફાઇને પોઝીટીવ માનીએ છીએ.

કોનું પલડું ભારે ?

રાજકોટ મહાનગરના શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીના રિપીટ થવાના પૂરા ચાન્સ છે. મુકેશ દોશીની ટર્મને દોઢ વર્ષ જ થયાં છે, ત્યારે તેના રિપીટ થવાના ચાન્સ પુરા છે. મુકેશ દોશી રિપીટ ન થાય તો યુવા ચહેરા તરીકે બ્રહ્મસમાજમાંથી પસંદગી ઉતારાય તેવી શક્યતા છે. દેવાંગ માંકડ અને ડૉ.જૈમન ઉપાધ્યાય પણ ચર્ચામાં છે. યુવા પ્રમુખ તરીકે પૂર્વ મેયર પ્રદિપ ડવ પણ પ્રબળ દાવેદાર છે. ઉદય કાનગડ જુથના મનાતા પ્રદેશ મહામંત્રી અશ્વિન મોલિયાનું નામ પણ ચર્ચામાં છે. જો કે ભાજપ સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે ત્યારે જોવાનું રહેશે ભાજપ પસંદગીનો કળશ કોના પર ઢોળે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">