Porbandar : રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું કરાયું આયોજન, 49 જેટલા પેરા સ્વીમરો જોડાયા, જુઓ Video
પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાના બે દિવસીય સમુદ્ધત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા યોજાયેલા સ્વિમિંગ કોમ્પિટિશનમાં 11 જેટલા રાજ્યોમાંથી બારસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાના બે દિવસીય સમુદ્ધત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા યોજાયેલા સ્વિમિંગ કોમ્પિટિશનમાં 11 જેટલા રાજ્યોમાંથી બારસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. સમુદ્ધત્સવમાં 1 થી 10 કિલામિટર સુધીની સ્વિમિંગ કોમ્પિટિશનમાં બાળકો, વૃદ્ધોથી સહિત 49 જેટલા પેરા સ્વીમરો પણ જોડાયા છે.
આયોજકો દ્વારા સ્પર્ધકોની સુવિધાની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ ખાસ તો સમુદ્ધમાં તરણસ્પર્ધામાં રહેલા જોખમને ધ્યાને રાખી સુરક્ષાની ખાસ કાળજી રાખવામાં આવી હતી.
11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
પોરબંદર સમુદ્રમાં વર્ષોથી શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં નેશનલ કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના જુદાં જુદાં ભાગોમાંથી તરવૈયાઓ ભાગ લેવા આવે છે. આ વર્ષે આ સ્પર્ધામાં નવું નજરાણું ઉમેરાયું છે. આ વખતે ટ્રાયથલોન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.