05 જાન્યુઆરીના મહત્વના સમાચાર : નિરમાના વડા કરસન પટેલનો મોટો આરોપ, પાટીદાર આંદોલનના નામે આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યા, આંદોલન અનામત માટે હતુ કે કોઈને કાઢવા ?
આજ 05 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી. 4 જવાનનાં મોત, 2ની હાલત ગંભીર.. 10 દિવસ પહેલાં અકસ્માતમાં 5 જવાનનાં થયા હતા મોત. કેજરીવાલ પર ભાજપનું 4 દિવસમાં ચોથું ફિલ્મી પોસ્ટર. લખ્યું કે દિલ્લીના રાજાબાબુએ સામાન્ય માણસ બનીને ઠગ્યા. અગાઉ ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા હતા. પુણેના પિંપરી ચિંચવડમાં પિઝાના ટોપિંગમાંથી ચપ્પુનો ટુકડો નીકળ્યા, પિઝામાં ચપ્પુ નીકળતા પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ. અમરેલી લેટરકાંડના આરોપીઓના જામીન નામંજૂર. ભાજપના પૂર્વ પ્રમુખ સહિત 3 આરોપીઓને કોર્ટે ન આપી રાહત. જામનગરમાં ગેંગરેપના આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. આરોપીની 4થી વધુ મિલકત તોડી પડાઈ.. રંગમતિ નદીના કાંઠે કરાયું હતું દબાણ. સમુહ લગ્નમાં ઉશ્કેરણીજનક નિવેદન મુદ્દે જામનગરના કોંગ્રેસ નેતાની વધી મુશ્કેલી. રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ફરિયાદ નોંધાઇ. પૂર્વ વિપક્ષી નેતા સામે પણ ગુનો દાખલ.
LIVE NEWS & UPDATES
-
વડોદરા: શહેર ભાજપ પ્રમુખની પસંદગી માટે બેઠક
- વડોદરા: શહેર ભાજપ પ્રમુખની પસંદગી માટે બેઠક
- સંકલન સમિતિના હોદ્દેદારો સાથે ચર્ચાઓ કરવામાં આવી
- શહેર પ્રમુખની નિયુક્તિ માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાઈ જવાબદારી
- હોદ્દેદારો પાસે મળેલા સૂચન પ્રદેશ ભાપજ સમક્ષ મુકવામાં આવશે
- કમલમ ખાતે મળેલા સૂચનો અંગે થશે ચર્ચા
-
ગાંધીનગરના જમીયતપુરામાં 300 કરોડના ખર્ચે બનશે આંજણાધામ
ગાંધીનગરના જમીયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે તૈયાર થનારા આંજણાધામનો શિલાન્યાસ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આંજણાધામનો શિલાન્યાસ કરાયો. આંજણા ચૌધરી સમાજના પ્રયાસથી બની રહેલા આંજણાધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો છે. જેમાં સમાજ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. આંજણાધામમાં UPSC/GPSC, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંજણા સમાજની પ્રશંસા કરતા કહ્યું કે.આ સમાજની મહેનતના કારણે ઉત્તર ગુજરાતની ધરતી સમૃદ્ધ બની છે.
-
-
સુરતમાં સફાઈ કામદાર યુવકનો આપઘાત
- સુરતમાં સફાઈ કામદાર યુવકનો આપઘાત
- રેલવે સ્ટેશન નજીક ઇન્ફીનિટી ટાવરના 11મા માળેથી કૂદી આપઘાત
- આર્થિક સંકળામણથી આપઘાત કર્યાનું અનુમાન
- 42 વર્ષીય કિશોરભાઈ જેસીંગભાઇ મારુએ આપઘાત કર્યો
- દિવ્યાંગ પુત્રની સારવાર માટે રૂપિયા ના હોવાથી આપઘાત કર્યો હોવાનું અનુમાન
- મહીધરપુરા પોલીસે હાથ ધરી તપાસ
-
મોરબી: સિરામિક કંપનીમાં કામ કરતા યુવકે કર્યો આપઘાત
- મોરબી: સિરામિક કંપનીમાં કામ કરતા યુવકે કર્યો આપઘાત
- ફેકટરીના લેબર ક્વાર્ટરમાં યુવકે કરી આત્મહત્યા
- 25 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- મોરબીના ઘુંટુ ગામના યુવકે કરી આત્મહત્યા
- પ્રેમિકા સાથે ફોનમાં વાતચીત કર્યા બાદ યુવકનો આપઘાત
- પ્રેમિકા સાથે અણબનાવમાં થતાં આપઘાત કર્યાનું અનુમાન
- મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
-
સુરતઃ આપઘાત કરવાના ઇરાદે એક યુવક દિલ્હીગેટ બ્રિજ ઉપર ચઢ્યો
- સુરતઃ આપઘાત કરવાના ઇરાદે એક યુવક દિલ્હીગેટ બ્રિજ ઉપર ચઢ્યો
- આપઘાત કરવા જતા યુવકને મહિધરપુરા પોલીસે બચાવ્યો
- પોલીસે સમચસર પહોંચીને યુવક કુદે તે પહેલા પગ પકડી નીચે ખેંચ્યો
- ઘરકંકાસથી કંટાળીને આપઘાત કરવા બ્રિજ પર ચઢ્યો હતો યુવક
- પોલીસે પતિ-પત્ની બન્નેને સાથે હળીમળીને રહેવાની સમજ આપી પરત મોકલ્યા
- પત્ની સાથે વારંવાર ઝગડાથી કંટાળી યુવક આપઘાત કરવા જતો હતો
-
-
અમદાવાદઃ ટ્યુશન ક્લાસની નોંધણી મુદ્દે સંગ્રામ
- અમદાવાદઃ ટ્યુશન ક્લાસની નોંધણી મુદ્દે સંગ્રામ
- શાળા સંચાલકો અને ટ્યુશન ક્લાસિસ સંચાલકો આમને-સામને
- 16 વર્ષથી નાના વિદ્યાર્થીના ક્લાસિસ બંધ કરાવવા શાળા સંચાલકોની માગ
- ટ્યુશનના ચલણ સામે કડક કાર્યવાહી શાળા સંચાલકોની માગ
- શાળા સંચાલકોએ CMને પત્ર લખીને કરી છે રજૂઆત
- ટ્યુશન ક્લાસિસ સામેની કાર્યવાહીના પત્ર બાદ ટ્યુશન સંચાલકો ખફા
- વિદ્યાર્થી નબળો હોય તો વાલી ટ્યુશન અપાવે એમ ખોટું શું?: ટ્યુશન સંચાલક
- શાળા સંચાલકો શિક્ષણનું સ્તર સુધારે એ જરૂરી: ટ્યુશન સંચાલક
- ટ્યુશન બંધ થાય તો બોર્ડનું પરિણામ 50 ટકા કરતા પણ ઓછું આવે: સંચાલક
-
અમદાવાદઃ બાપુનગરમાં ધાબા પર સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો
- અમદાવાદઃ બાપુનગરમાં ધાબા પર સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો
- ધાબા પર પતરા ગોઠવી સંતાડવામાં આવ્યો હતો દારૂ
- PCBએ રેડ કરી દારૂ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
- દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી
-
અમદાવાદઃ બાપુનગરમાં PCBના દરોડા
- અમદાવાદઃ બાપુનગરમાં PCBના દરોડા
- ધાબા પરથી દારૂનો જથ્થો ઝડપાયો
- ધાબા પર પતરા ગોઠવી સંતાડવામાં આવ્યો હતો દારૂ
- PCBએ રેડ કરી દારૂ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
- દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો એ દિશામાં તપાસ શરૂ કરી
-
વડોદરાઃ નકલી પોલીસ બની રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ
- વડોદરાઃ નકલી પોલીસ બની રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ
- ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ ફરિયાદી પાસેથી પડાવ્યા રૂપિયા
- 1 લાખથી વધુ રૂપિયા અને સોનાની એક વીંટી પડાવી
- કપુરાઇ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
- પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની કરી ધરપકડ
- પકડાયેલા આરોપી સુરતના હનિટ્રેપનાં ગુનામાં સંડોવાયેલા
-
ભરૂચઃ સરકારી એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં આગની ઘટના
- ભરૂચઃ સરકારી એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલમાં આગની ઘટના
- વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો અપલોડ
- કોલેજની હોસ્ટેલમાં વહેલી સવારે લાગી હતી આગ
- વિદ્યાર્થીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો
- મુમતાઝ પટેલના સરકાર અને કોલેજ પ્રશાસન સામે આક્ષેપ
- ઘટનાને દબાવવાં પ્રયત્નો કર્યા હોવાના લગાવ્યા આરોપ
- ફાયર સેફટીના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા કરી માગ
-
પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા હોમાઈ ગઈ ત્રણ જિંદગી
પોરબંદરમાં ફરી એકવાર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. જેમા બે પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કોસ્ટગાર્ડના એરપોર્ટ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતા અફરાતફી સર્જાઇ હતી અને હેલિકોપ્ટર ધડાકા ભેર તૂટી પડ્યું હતું. ઘટના બાદ સ્ટાફમાં દોડધામ સર્જાઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે પ્રયાસો સફળ થાય તે પહેલા જ આગની જ્વાળાઓમાં 3 જિંદગી હોમાઇ ગઇ હતી. આપને જણાવી દઇએ કે, ALH ધ્રુવ હેલિકોપ્ટર નિયમિત ફ્લાઈટ પર હતું. જ્યાં એરસ્ટ્રીપ પર ઉતરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ અગાઉ 3 સપ્ટેમ્બર 2024ના રોજ પણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રેશની ઘટના સર્જાઇ હતી. જે તે સમયે પણ હેલિકોપ્ટર ક્રેશમાં કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા..આ ઘટનાના 4 મહિના બાદ જ ફરી એકવાર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું છે…ત્યારે અહીં સવાલ સર્જાય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગ પાછળ કયું કારણ જવાબદાર છે. શું કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં કોઇ ટેક્નિકલ ખામી તો નથી ને. શું કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની યાંત્રિક ખામીની તપાસ કરાશે. જોવાનું રહ્યું કે તપાસમાં શું કારણ સામે આવે છે.
-
GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા
GST વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં 37 સ્થળોએ દરોડા પાડ્યા. GST વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ.
-
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ડખો
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ડખો થયો છે. રાજકોટ શહેર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. મુકેશ દોશીના નામને લઇને કેટલાક નેતાઓ ખુલીને મેદાને છે. ચૂંટણી અધિકારી માયા કોડનાનીને સર્કિટ હાઉસ જઇને રજૂઆત કરાઇ હતી. પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ મુકેશ દોશીના નામને લઇને વિરોધ કર્યો. સેન્સ પ્રક્રિયાની શરૂઆતથી જ રૂપાણી જૂથ પણ મેદાને છે. બે જૂથ વચ્ચે બરાબરનું લોબિંગ થતાં ચૂંટણી નિરીક્ષકે સમર્થકોને મળવાનું ટાળ્યું.
-
અમદાવાદ: વિરમગામમાં નર્મદાની કેનાલમાં પડ્યું ગાબડું
અમદાવાદ: વિરમગામમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. ડુમાણા-કાલીયાણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યુ છે. માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. કેનાલમાં ભંગાણથી પડતર જમીન પર પાણી ભરાયા છે. નર્મદા સિંચાઇ વિભાગની બેદરકારીથી પાણીનો વેડફાટ થયો છે.
-
પત્ની-પુત્રની હત્યા કરનાર સ્મિતની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ
સુરતઃ સરથાણામાં પરિવારની સામુહિક હત્યાના પ્રયાસના કેસમાં પત્ની-પુત્રની હત્યા કરનાર સ્મિતની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે. ઘરકંકાસથી કંટાળીને સ્મિતે પરિવારની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્નીના સ્ટેટસથી દંપતી વચ્ચે ઝઘડો સર્જાયો હતો. પુત્રની સ્કૂલ બદલાવવાની વારંવારની ટકોરથી સ્મિત કંટાળ્યો હતો. ઝઘડાથી વ્યથિત સ્મિતે પરિવારની હત્યા બાદ આપઘાતનો નિર્ણય કર્યો હતો. હાલ સુરતની હોસ્પિટલમાં સ્મિતની સારવાર ચાલી રહી છે.
-
સુરત: શહેરમાં વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ
સુરત: શહેરમાં વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યુ છે. સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ તૈયારી કરવાની હતી. CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ કરતા હોવાનો આરોપ છે. સમુદ્ધી કોર્પોરેશને સાયલન્ટ ઝોન સ્કીમ ઉભી કરી કૌભાંડનો કારસો રચ્યો હતો.
-
સુરતઃ મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત
સુરતઃ મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત કર્યો છે. પાંડેસરમાં રહેલી વર્ષા નીસાદ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. વિદ્યાર્થિનીને મોબાઈલની લત લાગી જતાં ઠપકો અપાયો હતો. માતાએ વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો. માતા શાકભાજી લઈ પરત આવતા દીકરીએ ગળેફાંસો ખાધો.
-
ચીનમાં નવા વાયરસની એન્ટ્રી, ભારત સરકાર એલર્ટ
ચીનમાં નવા વાયરસની એન્ટ્રી, ભારત સરકાર એલર્ટ બની છે. ચીનમાં પ્રસરી રહેલ HMPV વાયરસને લઈ સરકાર એલર્ટ પર છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસનો સામનો કરવા ભારત સંપૂર્ણ સજ્જ છે. લોકોને અફવાઓથી બચવા અને સાવધાની રાખવા અપીલ કરી છે. તેલંગાણા સરકારે સતર્કતાના ભાગરૂપે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
-
સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હાર
ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચ રમાઇ. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ 6 વિકેટે જીતી લીધી છે, જ્યારે ભારત 1-3થી શ્રેણી હારી ગયું છે.
-
કચ્છઃ ટ્રેનની અડફેટે 3 લોકોના કરુણ મોત
કચ્છઃ ટ્રેનની અડફેટે 3 લોકોના કરુણ મોત થયા છે. અંજારના ભીમાસર પાસે ટ્રેનની અડફેટે 3 મોત થયા છે. કચ્છ એક્સપ્રેસની અડફેટે એક મહિલા અને તેના 2 પુત્રના મોત થયા. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ગાત્રો થીજાવતી ઠંડી અને કોલ્ડવેવમાં ઠુઠવાયું દિલ્હી
ગાત્રો થીજવતી ઠંડી અને કોલ્ડવેવમાં દિલ્લી ઠુઠવાયું છે. દિલ્લી-એનસીઆર ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દિલ્લીના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરોએ પહોંચી છે. વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આઈજીઆઈ એરપોર્ટ પર પરિસ્થિતિ ખરાબ, 507 ફ્લાઈટ પ્રભાવિત થઇ.ખરાબ હવામાનને પગલે 15 ફ્લાઈટ રદ, તો ૉદિલ્લીની 12 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ.
-
જૂનાગઢ: પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર પકડાયો
જૂનાગઢ: પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર પકડાયો છે. કરણ નામના શખ્સને ઝડપીને પોલીસે તપાસ હાથ ધરી છે. રિક્ષામાં બેસાડી દર્શન કરાવવાના બહાને લઇ ગયો હતો. ચોટીલાના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ન્યૂડ વીડિયો બનાવી પરિણીતાને ધમકી આપી હતી.
Published On - Jan 05,2025 7:44 AM