ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખુબ ખરાબ રહ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો છે. બંન્ને ટીમ વચ્ચે આ સીરિઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. ભારતીય ટીમ 3 દિવસમાં જ મેચ હારી ગઈ છે. આ હારની અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર પડી છે.
1 / 6
ટીમ ઈન્ડિયાની હવે ફાઈનલમાં પહોંચવાની તમામ આશા તુટી ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલની રેસમાં હવે ભારત બહાર થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાને રેસમાં રહેવા માટે હવે આ સીરિઝ કોઈપણ ભોગે આ સિરીઝ ટાઈ પર સમાપ્ત કરવી જોઈતી હતી. પરંતુ તેણી આમ કરવામાં નિષ્ફળ રહી.
2 / 6
આનો અર્થ એ થયો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયા વગર રમાશે.
3 / 6
આ પહેલા છેલ્લા 2 વખત ભારતીય ટીમે ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. પરંતુ આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ચક્રમાં ટીમ ઈન્ડિયા કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહિ. તેમણે ઓસ્ટ્રેલિયાની સાથે-સાથે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ પણ હારી હતી. જે ભારતમાં જ રમાઈ હતી.
4 / 6
હવે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-05ની શરુઆત ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝની સાથે કરી હતી. આ સીરિઝ ભારતીય ટીમે 1-0થી પોતાને નામ કરી હતી.ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર પૂર્ણ થઈ હતી.
5 / 6
ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 4-1થી જીત મેળવી હતી. ત્યારબાદ બાંગ્લાદેશને પણ 2 મેચની સીરિઝમાં 2-0થી હરાવ્યું હતુ પરંતુ ત્યારબાદ તેમણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની સીરિઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો અને હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ હાર મળી છે.
6 / 6
ઑસ્ટ્રેલિયા ODI ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ ટીમમાંની એક છે, જેણે તેની 60 ટકાથી વધુ મેચ જીતી છે, આ ટીમ આઠવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે અને છ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો