ગુજરાતમાં નવા વર્ષે પણ નક્લીની ભરમાર, અમદાવાદમાંથી પકડાયો વધુ એક નક્લી પોલીસ, LCBનો PSI હોવાનુ કહી લોકો સાથે કરતો છેતરપિંડી

અમદાવાદમાં એક વ્યક્તિ નકલી પોલીસ બની છેતરપિંડી કરતો ઝડપાયો છે. પોલીસ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ડૉક્ટર પ્રેમિકાના કારણે નોકરી ન સ્વીકારી અને ગુનાઓ કરવા લાગ્યો. તેણે PMJAY યોજનાના નકલી કાર્ડ બનાવ્યા અને છેતરપિંડી કરી. પોલીસે તેની ધરપકડ કરી અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાતમાં નવા વર્ષે પણ નક્લીની ભરમાર, અમદાવાદમાંથી પકડાયો વધુ એક નક્લી પોલીસ, LCBનો PSI હોવાનુ કહી લોકો સાથે કરતો છેતરપિંડી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 04, 2025 | 8:06 PM

અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતો વ્યક્તિ પકડાયો છે. આ વ્યક્તિ નકલી પોલીસ બની બે મહિનાથી એક હોટલમાં રહેતો હતો. નકલી પોલીસ અંગે અસલી પોલીસને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં નકલી પોલીસની પૂછપરછ અને તપાસમાં એવા ખુલાસા થયા છે કે જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમદાવાદ પોલીસના સકંજામાં રહેલા આ આરોપીનું નામ કિરીટ અમીન છે. આરોપી કિરીટ અમીન મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી છે. કિરીટ અમીન મણીનગરની હોટલમા ગાંધીનગર એલસીબીના પી.એસ.આઇ હોવાનું જણાવી છેલ્લા બે મહિનાથી રોકાયો હતો. જોકે વાહન ચેકિંગ દરમિયાન કિરીટ અમીન પોલીસ તથા રેવન્યુ વિભાગના બનાવટી ઓળખકાર્ડ સાથે મળી આવતા મણીનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસના બે બનાવટી આઈકાર્ડ, ડેપ્યુટી મામલતદારનું પણ એક આઈકાર્ડ મળી આવ્યું છે. જે આઈકાર્ડ તેણે વલસાડના એક યુવક પાસે બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે કિરીટ અમીન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીએ આરોપીની પૂછપરછ કરતાં હકિકત સામે આવી કે પોતે પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગતો હતો. વર્ષ 2012 પોલીસ વિભાગની ભરતીમાં પણ પાસ કરી હતી. જોકે તેની ડોક્ટર પ્રેમિકાએ ગૃહવિભાગમા નોકરીની ના પાડતા તે તાલીમમાં ગયો ના હતો. જે બાદ તેણે એક બાદ એક ગુનાને અંજામ આપ્યા. જેમા આરોપી વિરૂદ્ધમાં અત્યાર સુધીમાં રામોલ, મોડાસા, હિંમતનગર, કેરાલા જીઆઇડીસી, ઠાસરા, ધરમપુર સહિત કુલ 8 ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમા પોલીસ તરીકેની ઓળખ આપી એક કા ડબલ કરવાની લાલચે રૂપિયા પડાવી ફરાર થઈ જતો હતો.

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

આ ઉપરાંત વર્ષ 2016 માં કિરીટ અમીને અન્ય આરોપી વિનોદ વણઝારા, ભાનુ પંડ્યા સાથે મળીને PMJAY ના બનાવટી કાર્ડ બનાવ્યા હતા. જે ગુનામા કિરિટે તેની પ્રેમિકા સાથે મળી આરોપીઓએ 3000 જેટલા બનાવટી કાર્ડ બનાવ્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતુ. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એકના ડબલ કરવાની લાલચ આપીને પોતે ડુપ્લીકેટ પોલીસ બની રેડ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા ૪૦ લાખ પણ પડાવ્યા હતા. જેમાં તેની સાથે જીતેન્દ્ર પંડ્યા નામનો પોલીસ કર્મચારી પણ સામેલ હતો જેથી તેના વિરોધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી કિરીટ અમીન એમ.એ, બીએડ સાથે પીટીસીનો અભ્યાસ કર્યો છે અને તેના પિતા પણ સિંચાઈ ખાતામાં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. આરોપી કિરીટનો ભાઈ અને ભાભી પણ સરકારી કર્મચારી છે. જોકે પ્રેમિકાના કારણે પોલીસની નોકરી છોડી તે ગુનેગાર બન્યો. છેલ્લા બે મહિનાથી પોલીસ થી બચવા હોટલમાં રોકાયો હતો તે દરમિયાન તેને ત્રણ લોકો મળવા પણ આવતા હતા. જેથી પોલીસને શંકા છે કે આરોપી અન્ય કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો. જે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
g clip-path="url(#clip0_868_265)">